Hondaની આ ચાર કારો પર મળી રહ્યું છે તગડુ ડિસ્કાઉન્ટ, ખરીદવા પર થશે આટલો બધા ફાયદો, જાણો ઓફર.....
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની બીજી લહેરની વચ્ચે ગયા મહિને ઓટો ઇન્ડસ્ટ્રી માટે એકદમ ખરાબ રહ્યો. મે 2021માં મોટાભાગની કંપનીઓના સેલિંગમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે, હવે કંપનીઓ જૂન મહિનામાં પોતાની કારો પર ભારે ડિસ્કાઉન્ટ આપીને પોતાના સેલિંગમાં વધારો કરવા માગે છે. આ બધાની વચ્ચે Honda Cars India Ltd આ મહિને પોતાની સિલેક્ટેડ કારો પર બેસ્ટ ઓફર આપી રહી છે. કંપની પોતાના કેટલાય મૉડલ્સ પર કેશ ડિસ્કાઉન્ટ ઉપરાંત એક્સચેન્જ બૉનસ અને કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ જેવા બેનિફિટ્સ આપી રહી છે. જાણો હોન્ડાના કયા મૉડલ પર આપવામાં આવી રહ્યું છે ડિસ્કાઉન્ટ.........
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHonda Amaze S MT Petrol- Honda Amaze ના આ વેરિએન્ટ પર જૂન 2021માં 15,000 રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વળી આના પર 15,000 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ કંપની આપી રહી છે. સાથે જ 4,000 રૂપિયાના કૉર્પોરેટ ડિસ્કાઉન્ટનો લાભ પણ તમને મળી શકે છે.
Honda Amaze V MT Petrol- હોન્ડાની આ કાર પર કંપની 5000 રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત 10,000 રૂપિયાનુ એક્સચેન્જ બૉન્સ અને 4,000 રૂપિયાના કૉર્પોરેટ બૉનસને હાંસલ કરી શકો છો. Honda Amaze VX MT Petrol પર પણ કંપનીઆ ઓફર આપી રહી છે.
Honda WR-V- Honda WR-Vને પણ જૂનમાં ખરીદવુ ફાયદાનો સોદો સાબિત થઇ શકે છે. આ મહિને આ કાર પર 10,000 રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ 4,000 રૂપિયાનુ કૉર્પોરેટ બૉનસ પણ કંપની આ કાર પર આપી રહી છે.
Honda Jazz- જૂનમાં Honda Jazz ખરીદવા પર 10,000 રૂપિયાનુ કેશ બૉનસ આપવામા આવી રહ્યુ છે. એટલુ જ નહીં 10,000 રૂપિયાના એક્સચેન્જ બૉનસ ઉપરાંત આ કાર પર 4,000 રૂપિયાનુ કૉર્પોરેટ બૉનસ પણ તમે મેળવી શકો છો.