Cars in Pakistan: પાકિસ્તાનમાં આ 5 બેસ્ટ સેલિંગ કારો માટે ચૂકવવી પડે છે મોંઘી કિંમત, ભારતમાં આટલી છે સસ્તી.....
Most Popular Cars in Pakistan: ભારતમાં ઓટોમોબાઇલ માર્કેટ બહુ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ બધાને સવાલ થશે કે પાડોશી પાકિસ્તાનનું આ ક્ષેત્રમાં શું છે ડેવલપમેન્ટ, અહીં અમે તમને તેના વિશે બતાવી રહ્યાં છીએ. જાણો અહીં પાંચ એવી કાર જેની પાકિસ્તાનમાં ખુબ છે ડિમાન્ડ, અને તેની ભારતની સરખામણીમાં કેટલી કિંમત ચૂકવવી પડે છે પાકિસ્તાનીઓને.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનમાં ગ્રાહકોમાં અલ્ટો સૌથી વધુ પસંદ કરવામાં આવતી કાર છે. જો કે તેની ડિઝાઇન ભારતમાં વેચાતી કારથી અલગ છે. પાકિસ્તાનમાં તેની કિંમત 22,51,000 PKR છે, જે લગભગ 6,50,270 ભારતીય રૂપિયાની બરાબર છે.
બીજી સૌથી વધુ વેચાતી લોકપ્રિય હેચબેક મારુતિ સ્વિફ્ટ છે, જે ભારતમાં પણ ખૂબ માંગમાં રહેલી કાર છે. પાકિસ્તાનમાં તેને ખરીદવા માટે, વ્યક્તિએ 42,56,000 PKR ચૂકવવા પડશે, જે ભારતીય કિંમત અનુસાર લગભગ 1229668 રૂપિયા છે.
ત્રીજી લોકપ્રિય કાર પણ મારુતિની છે, જે બોલાન છે. ભારતમાં વેચાતી મારુતિ ઓમ્ની જેવી લાગે છે. પાકિસ્તાની બજારમાં તેની કિંમત 19,40,000 PKR છે, જે ભારતીય ચલણના આશરે 5,60,516ની સમકક્ષ છે.
જ્યારે સેડાન કારમાં ટોયોટા કોરોલાનું પાકિસ્તાનમાં વર્ચસ્વ છે. ગ્રાહકોને તે ખૂબ ગમે છે. આ કારની કિંમત 61,69,000 PKR છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 22,53,451 રૂપિયા છે.
આ લિસ્ટમાં પાંચમી કાર પણ સેડાન કાર છે, જે ગ્રાહકોમાં ઘણી લોકપ્રિય છે. ભારતમાં પણ તે વર્ષોથી રાજ કરે છે જે હોન્ડા સિટી છે. પાકિસ્તાનમાં તેનું વેચાણ PKR 47,49,000 છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે 13,80,563 રૂપિયા છે.