Photos: 3.6 સેકન્ડ 0 થી 100kmphની સ્પીડ પકડી લે છે રોહિત શર્માએ ખરીદેલી Lamborghini Urus, એકથી એક છે હાઇટેક ફિચર્સ.......
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ લૈમ્બોર્ગિની ઉરુસ (Lamborghini Urus) લક્ઝરી કાર ખરીદી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય માર્કેટમાં આની કિંમત 3 કરોડ 10 લાખ રૂપિયા છે. કારમાં તમામ લક્ઝરી ફિચર્સ છે. સ્પીડના મામલામાં આ સૌથી આગળ છે.. જાણો શું છે આના ફિચર્સ અને સ્પેશિફિકેશન્સ..........
ચાર મૉડ છે ડ્રાઇવિંગના- આ બેસ્ટ ઓફ રૉડિંગ ક્ષમતાની સાથે આવે છે. કારમાં ચાર ડ્રાઇવિંગ મૉડ્સ - Strada, Sport, Corsa અને Neve મળે છે. જે ડ્રાઇવિંગના એક્સપીરિયન્સને વધુ ખાસ બનાવી દે છે.
કંપનીની વેબસાઇટ અનુસાર, લૈમ્બોર્ગિની ઉરુસ દુનિયાનુ પહેલુ સુપર સ્પોર્ટ યૂટિલિટી વ્હીકલ છે, જે એક સુપર સ્પોર્ટ્સ કારની કાર્યક્ષમતાને એક એસયુવીમાં મેચ કરે છે.
લૈમ્બોર્ગિની ઉરુસનું એન્જિન - કંપની અનુસાર, લૈમ્બોર્ગિની ઉરુસમાં 4.0-લીટર ટ્વીન ટર્બો V8 એન્જિન છે, જે 650 CV મેક્સિમમ પાવર અને 850 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે.
Urus 3.6 સેકન્ડમાં 0 થી 62 mph (3.6 સેકન્ડ 0 થી 100kmph)ની ગતિ પકડી લે છે. આની ટૉપ સ્પીડ 190 mph (લગભગ 305kmph)ની છે. આ એક 5-સીટર એસયુવી છે.
Lamborghini Urusમાં લાગેલા સ્પેશ્યલ કાર્બોસિરામિક ડિસ્ક બ્રેક્સના કારણે આની બ્રેકિંગ સિસ્ટમ અને વધુ બેસ્ટ બની જાય છે. બ્રેક લાગવા પર આ માત્ર 33.7 મીટરમાં 100ની સ્પીડથી 0 પર આવીને રોકાઇ શકે છે. આનુ બ્રેકિંગ અસરદાર અને પાવરફૂલ છે. કારમાં એડેપ્ટિવ એર સસ્પેન્શન, એક્ટિવ ડેમ્પિંગ, 4-વ્હીલ ડ્રાઇવ અને 4-વ્હીલ સ્ટીયરિંગ જેવા ફિચર્સ મળે છે.
કંપનીએ પોતાની વેબસાઇટ પર આ કાર વિશે લખ્યું છે - લૈમ્બોર્ગિની ઉરુસ ડીએનએના આ દુરદર્શી દ્રષ્ટિકોણમાં ડિઝાઇન, પ્રદર્શન, ડ્રાઇવિંગ ગતિશીલતા અને ડ્રાઇવિંગ ભાવના સહજતાથી પ્રવાહિત થાય છે.
ભારતમાં કેટલીય હસ્તીઓ પાસે છે આ કાર- લૈમ્બોર્ગિની ઉરુસને કેટલીય દિગ્ગજ હસ્તીઓએ ખરીદી છે, આમાં રણવીર સિંહ, કાર્તિક આર્યન, રોહિત શેટ્ટી સામેલ છે. હવે રોહિત શર્મા પણ લૈમ્બોર્ગિની ઉરુસને ઘરે લઇને આવ્યો છે.