September Launching: આ છે સપ્ટેમ્બર 2023માં લૉન્ચ થયેલી બેસ્ટ એસયુવી કાર, તમે કઇ ખરીદવાનું પસંદ કરશો ?
September Launching: ભારતીય માર્કેટમાં અત્યારે કેટલીય કંપનીઓ પોતાની એસયુવી કાર મુકી છે, જો તમે બેસ્ટ એસયુવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં જાણો. આ મહિનો ઓટો માર્કેટ માટે ખાસ કરીને SUV સેગમેન્ટ માટે ખૂબ જ વ્યસ્ત હતો. આ સમાચારમાં અમે આ મહિને લૉન્ચ થયેલી 5 SUVની ઝલક જોવા જઈ રહ્યા છીએ. આમાંથી તમે કઇ કાર ખરીદવાનું પસંદ કરશો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ Honda Elevateનું છે. તે 4 સપ્ટેમ્બરે લૉન્ચ કરવામાં આવ્યું હતું. કંપની માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ લૉન્ચ છે. બજારમાં તે Hyundai Creta, Kia Seltos, Maruti Suzuki Grand Vitara જેવી SUV સાથે સ્પર્ધા કરે છે.
બીજી SUV Tata Nexon છે, જે કંપનીની સૌથી વધુ વેચાતી SUV છે. 14 સપ્ટેમ્બરે કંપનીએ તેનું ફેસલિફ્ટ વર્ઝન લૉન્ચ કર્યું હતું. જે Nexonનું અપડેટેડ વર્ઝન છે.
ત્રીજું નામ ટાટા નેક્સન ઇલેક્ટ્રિકનું છે, જે ફેસલિફ્ટ સાથે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇલેક્ટ્રિક વાહન સ્થાનિક બજારમાં સૌથી વધુ વેચાતી EV છે. કંપની આ EV માટે 465 કિમી/ચાર્જની ડ્રાઇવિંગ રેન્જનો દાવો કરે છે.
ચોથા નંબરે Volvo C40 રિચાર્જ લક્ઝરી ઇલેક્ટ્રિક છે, જે આ મહિને લૉન્ચ કરવામાં આવી હતી. કંપની ભારતમાં તેની Volvo XC40 રિચાર્જ ઇલેક્ટ્રિક SUV પહેલેથી જ વેચે છે. જો કે પાવર ટ્રેનની વાત કરીએ તો બંને એસયુવી સમાન છે. નવા C40 રિચાર્જની ડ્રાઇવિંગ રેન્જ 530 કિમી સુધીની છે.
આ લિસ્ટમાં પાંચમું નામ મર્સિડીઝ-બેન્ઝની નવી ઇલેક્ટ્રિક SUV EQE છે, જેને કંપનીએ 1.39 કરોડ રૂપિયા એક્સ-શૉરૂમની કિંમતે લૉન્ચ કરી છે. તેની ડ્રાઇવિંગ રેન્જ 550 કિમી સુધીની છે.