Sunroof Challan: સનરૂફવાળી કારમાંથી માથુ બહાર કાઢવા પર કેટલા રૂપિયાનો થાય છે દંડ? આ છે નિયમ
Sunroof Challan: ઘણા લોકો સનરૂફવાળી કારના શોખીન હોય છે, સામાન્ય રીતે સનરૂફવાળી કારની કિંમત 50 હજારથી 1 લાખ રૂપિયા વધુ હોય છે. જ્યારે તેનો ઉપયોગ કરવા બદલ તમને દંડ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર ખરીદતા પહેલા લોકો ઘણી બાબતોનું ધ્યાન રાખે છે, કારમાં ઉપલબ્ધ સુવિધાઓ અનુસાર કાર ખરીદવામાં આવે છે.
ઘણા લોકોને કારમાં લેટેસ્ટ ટેક્નોલોજી ગમે છે તો કેટલાક લોકો સનરૂફના શોખીન હોય છે. એટલા માટે તેઓ વધારાના હજારો રૂપિયા ખર્ચીને સનરૂફવાળી કાર ખરીદે છે.
શહેરોમાં પણ તમે ઘણા લોકોને સનરૂફની બહાર નીકળીને પવનની મજા લેતા જોયા હશે.જો તમે પણ આવું કરવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જાવ, કારણ કે સનરૂફની મજા તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે.
જો તમે સનરૂફ દ્વારા બહાર જાઓ છો તો પોલીસ તમને રોકી શકે છે અને તમને ચલણ આપવામાં આવી શકે છે. કારણ કે આ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, સનરૂફમાંથી માથું બહાર કાઢવા બદલ મોટર વ્હીકલ એક્ટની કલમ 177 હેઠળ ચલણ જાહેર કરવામાં આવે છે. 100 થી 300 રૂપિયાનું ચલણ થઈ શકે છે.
તેથી જ જો તમારી પાસે પણ સનરૂફવાળી કાર છે તો તેનો ઉપયોગ સાવધાનીથી કરો, કારણ કે શક્ય છે કે તમને પણ દંડ થઇ શકે છે.