Bengaluru Water Crisis: રસ્તાઓ પર પાણીના ટેન્કરો અને હાથમાં ડોલ સાથે લોકોની લાંબી લાઇનો, કેવી રીતે બદલાઇ બેંગલુરુની તસવીર
કર્ણાટકના બેંગલુરુમાં પાણીનું એવું સંકટ છે કે લોકોને નહાવા અને ધોવા માટે પણ પાણી નથી મળી રહ્યું. ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે છતાં પાણીની અછત થઇ રહી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંગલુરુમાં પાણીની આટલી અછતનું એક કારણ વરસાદને પણ માનવામાં આવે છે. ગયા વર્ષે કર્ણાટકમાં સામાન્ય કરતાં 18 ટકા ઓછો વરસાદ થયો હતો.
કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે બેંગલુરુ હાલમાં 50 કરોડ લિટર પાણીની અછતનો સામનો કરી રહ્યું છે, જે દૈનિક વપરાશના માત્ર પાંચમા ભાગનું છે.
બેંગલુરુના હાઈડ્રોલોજિસ્ટ શશાંક પાલુરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં લાંબા સમયથી પાણીની સમસ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે શહેરમાં પાણી માટે 13,900 બોરવેલ ખોદવામાં આવ્યા હતા, જેમાંથી 6,900 સુકાઈ ગયા છે.
શહેરમાં પાણીની અછત એટલી ગંભીર બની ગઈ છે કે સરેરાશ પરિવારને રાંધવા, કપડાં ધોવા, ઘરની સફાઈ અને અન્ય કામો માટે 20 લિટર પાણીથી એક સપ્તાહ સુધી કામ ચલાવવું પડે છે.
CWCના ડેટા અનુસાર, બેંગલુરુમાં ઓછા વરસાદને કારણે જળાશયોમાં માત્ર 26 ટકા પાણી જ બચ્યું છે, જ્યારે હાલમાં 10 ટકા વધુ પાણી હોવું જોઈએ.
મળતી માહિતી મુજબ વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે જળાશયોમાં 880 કરોડ ક્યૂબિક પાણી હોવું જોઈએ, પરંતુ માત્ર 650 કરોડ ક્યૂબિક પાણી બચ્યું છે.
પાણીની તંગીનો સામનો કરવા માટે બેંગલુરુના અડધા લોકોને પાઈપ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને બાકીના અડધા ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે.
સેન્ટ્રલ ડેટા વોટર કમિશન (CWC)ના ડેટા દર્શાવે છે કે એક મહિના પહેલા જળાશયોમાં 7.7 બિલિયન ક્યુબિક મીટર પાણી હાજર હતું.
ઉનાળાની સીઝન આવી રહી છે. આ સમયે જમીન વધુ ઝડપથી સુકાઈ જાય છે અને પાણીની સમસ્યા વધુ છે, જેના માટે બેંગલુરુના લોકોને ચોમાસા સુધી રાહ જોવી પડે છે.