Best Mileage Cars: મફતના ભાવે પડશે આ કાર, જુઓ શાનદાર માઈલેજ ધરાવતી ગાડીઓ
મારુતિ સેલેરિયો કાર દેશની સૌથી વધુ માઈલેજ આપનારી કારમાંની એક છે. તે બજેટની દ્રષ્ટિએ પણ ખુબ જ લાભદાયક છે. આ કારની માઈલેજ 26.68 kmpl છે. આ કાર બજેટ અને માઈલેજનું બેસ્ટ કોમ્બિનેશન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહ્યુન્ડાઈની ગ્રાન્ડ i10 હેચબેક કાર પણ શાનદાર લુક સાથે સારી માઈલેજ આપે છે. આ Hyundai Grand i10 NIOS ની માઈલેજ 26.2 kmpl છે. આ કાર દેશમાં ખૂબ માંગવાળી કાર છે. તેનું કારણ માઈલેજની સાથે તેનો લુક પણ છે.
Tata Altroz એ ટાટાની એક પ્રીમિયમ હેચબેક કાર છે, જેમાં શાનદાર દેખાવ છે. જે માઈલેજ અને સુરક્ષિત હોવાને કારણે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેના માઇલેજ વિશે વાત કરીએ તો, કંપની આ કાર માટે 26 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજનો દાવો કરે છે.
કંપની હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા કાર માટે 27 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજનો દાવો કરે છે. હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ આ કાર ઓછી સ્પીડ પર ઇલેક્ટ્રિક વાહનની જેમ દોડવા લાગે છે. જેની સીધી અસર માઈલેજ પર પડે છે.
ટોયોટા અર્બન ક્રુઝર હાઇરાઇડર એસયુવી હાઇબ્રિડ પાવરટ્રેનથી સજ્જ હોવાને કારણે પ્રતિ લિટર 27 કિલોમીટરથી વધુની માઇલેજ આપવામાં સક્ષમ છે. આ સાથે આ કાર લુક અને ડિઝાઈનના મામલે પણ ખૂબ જ પ્રભાવશાળી છે.