Budget Sunroof Cars: Sunroofનો શોખ હવે સસ્તામાં કરો પુરો, 10 લાખ રૂપિયાની આવતી આ કારમાં મળે છે આ ફીચર્સ
એક સમયે લક્ઝરી ફીચર ગણાતું સનરૂફ ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા બજેટ વાહનોમાં આપવામાં આવી રહ્યું છે. જેથી વધુને વધુ ગ્રાહકો તેમનો શોખ પૂરો કરી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં પહેલું નામ Tata Altrozનું છે, જે ઇલેક્ટ્રિક સનરૂફ સાથે આવનારી સૌથી સસ્તી હેચબેક કાર છે. કંપની તેના XM (S) વેરિઅન્ટમાં સનરૂફ ઓફર કરે છે. જેની કિંમત રૂ.7.35 લાખથી શરૂ થાય છે.
બીજી સૌથી સસ્તી કાર SUV Hyundai Xtor છે. જેમાં ઇલેક્ટ્રિક સનરૂફ આપવામાં આવ્યું છે, જે તેના SX વેરિઅન્ટમાં મળે છે. તેને એક્સ-શોરૂમ 8 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.
તે પછીની કાર Hyundai i20 છે, જે Hyundaiની 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની સનરૂફ સાથેની બીજી કાર છે, જે તેના Asta વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. 9.01 લાખ એક્સ-શોરૂમ છે.
ટાટા નેક્સોન તેના સેગમેન્ટમાં સનરૂફ સાથે આવનારી સૌથી સસ્તી કાર છે, જેમાં સનરૂફ ઓફર કરવામાં આવે છે. Nexonનું XM (S) વેરિઅન્ટ રૂ. 9.4 લાખની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.
ટાટાએ ઇલેક્ટ્રિક સનરૂફ સાથે ટાટા પંચ પણ લોન્ચ કરી છે. ટાટા પંચ ICNG રૂ.9.68 લાખની કિંમતે ઘરે લાવી શકાય છે.
ભારતમાં સનરૂફવાળી સસ્તી કાર મહિન્દ્રા XUV300 છે. કંપની તેના W6 મોડલમાં સનરૂફ આપે છે, જેને એક્સ-શોરૂમ રૂ. 10 લાખની કિંમતે ખરીદી શકાય છે.