Photos: આવી દેખાય છે ભારતની પહેલી ગ્રીન હાઇડ્રૉજનથી ચાલનારી Toyota Mirai, કરો રેન્જથી લઇને ફિચર્સ પર એક નજર...........
Toyota Mirai: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે ગ્રીન હાઇડ્રૉજન આધારિત આધુનિક ફ્યૂલ સેલ ઇલેક્ટ્રિક વાહન (એફસીઇવી) ટોયોટા મિરાઇને લૉન્ચ કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા ગડકરીએ કહ્યું હતુ કે આ ખુદ ટોયોટાની મિરાઇનો ઉપયોગ કરવાનુ શરૂ કરશે.
નીતિન ગડકરીએ કહ્યું કે, આ ભારતમાં પોતાની તરફથી પહેલી પરિયોજના છે, જેનો ઉદેશ્ય દેશમાં આ રીતના વાહનો માટે પરિવેશ કરવાનો છે. તેમને કહ્યું કે, હાઇડ્રૉજનથી ચાલનારી એફસીઇવી શૂન્ય કાર્બન ઉત્સર્જન સમાધાનમાં સૌથી બેસ્ટ છે. તેમને કહ્યું કે આ પુરેપુરી રીતે પર્યાવરણ અનુકુળ છે, અને આનાથી પાણીથી વધારે કોઇ ઉત્સર્જન નથી થતુ.
ટોયોટાએ કહ્યું કે, તેને મિરાઇને 2014માં લૉન્ચ કરી હતી અને આ દુનિયાની પહેલી હાઇડ્રૉજન એન્જિન વાળી ઇલેક્ટ્રિક વાહનોમાંની એક છે.
સિંગલ ચાર્જમાં દોડે છે 650 કિલોમીટર - આ વાહન એકવાર ચાર્જ કર્યા બાદ 650 કિલોમીટર દોડી શકે છે.
ટોયોટા કિર્લોસ્કર મોટર અને ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ઓટોમોટિવ ટેકનોલૉજી (આઇટીએટી) હાઇડ્રૉજનથી ચાલનારી એફસીઇવી ટોયોટા મિરાઇના ભારતીય રસ્તા અને હવામાન પરિસ્થિતિઓમાં અધ્યયન અને આકલન કરવા માટે આરંભિક પરિયોજના ચલાવી રહી છે.
આ અવસર પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, આર કે સિંહ અને મહેન્દ્ર નાથ પાન્ડેય પણ ઉપસ્થિતિ રહ્યાં હતા.