Upcoming Bikes: સ્પૉર્ટ્સ બાઇક ખરીદવા જઇ રહ્યાં છો તો થોડી જુઓ રાહ, બહુ જલદી એન્ટ્રી કરી શકે છે આ ધાંસૂ બાઇક્સ.....
Sports Bike: જો તમે એક સારી સ્પોર્ટ્સ બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો. ત્યારે થોડી રાહ જોવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેટલીક બાઇક ટુંક સમયમાં માર્કેટમાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલા નંબર પર છે હીરો મોટરકોર્પની કરિઝમા, હીરો મોટરકોર્પની કરિઝમા બાઇકને આ વર્ષના અંત સુધીમાં અપડેટેડ વર્ઝન સાથે લૉન્ચ થઇ શકે છે. આ બાઇકને નવી પાવર ટ્રેન અને નવા પ્લેટફોર્મ સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. જેની કિંમત લગભગ 2 લાખ રૂપિયા હોઈ શકે છે.
બીજા નંબર પર છે યામાહાની Yamaha YZ F-R3 બાઇક, યામાહા કંપની તહેવારોની સિઝનમાં આ બાઇકને લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે, ડાયમંડ ફ્રેમ પર બનેલી આ બાઇકને સ્પૉર્ટી લૂક અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. આ બાઇકની કિંમત લગભગ 2.8 લાખ રૂપિયા હોઈ શકે છે.
આ ઉપરાંત યામાહા આ વર્ષના અંત સુધીમાં તેની બીજી એક બાઇક YZF R7ને પણ બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આ બાઇક MT 07 નેકેડ સ્ટ્રીટ ફાઇટર પર આધારિત હોઈ શકે છે. આ બાઇકની કિંમત 8 લાખ રૂપિયાની આસપાસ જોવા મળી શકે છે.
આ લિસ્ટમાં આગળનું નામ KTMની નવી બાઇક KTM RC 390નું છે. કંપની પોતાની આ બાઈકમાં 373 સીસી એન્જિન આપી શકે છે, સાથે જ તેમાં હાઈ ઓલ-એલઈડી સેટઅપ પણ મળી શકે છે. આ બાઇક રૂ.3.1 લાખની કિંમતમાં લૉન્ચ થઈ શકે છે.
આગળની અપકમિંગ બાઇક પણ કેટીએમની KTM RC 200 છે. કંપની ટુંક સમયમાં આ બાઇક પણ લૉન્ચ કરી શકે છે. આ બાઇક 199.5cc સિંગલ-સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ હાઇ-પર્ફોર્મન્સ એન્જિન સાથે આવશે, જે 25PS પાવર અને 19.5Nm ટૉર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.