Upcoming Electric Cars: સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થશે આ કંપનીની Electric Cars, જાણો તેની કિંમત?
ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં વધારાને કારણે ઓટોમોબાઈલ કંપનીઓ સતત પોતાના નવા મોડલથી ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ Tata Nexon EV છે. કંપની આ કારનું વેચાણ અગાઉથી કરી રહી છે. હવે તે તેનું અપડેટેડ વેરિયન્ટ ઓફર કરવા જઈ રહી છે. જે 14મી સપ્ટેમ્બરે જોઇ શકાશે. જેની કિંમત 15 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
બીજી ઇલેક્ટ્રિક કાર જે આ મહિને લોન્ચ થશે તે BMW iX1 છે. કંપની તેને 15 સપ્ટેમ્બરે રજૂ કરશે. જેની કિંમત 60 લાખ રૂપિયાની આસપાસ હોવાનો અંદાજ છે.
ત્રીજા નંબર પર Volvo C40 રિચાર્જ છે, જે 18 સપ્ટેમ્બરે લોન્ચ થશે. તેની કિંમત પણ 60 લાખ રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે.
આ લિસ્ટમાં ચોથું નામ Mercedes-Benz EQS SUVનું છે. આ લક્ઝરી ઇલેક્ટ્રિક કારની એન્ટ્રી 20 સપ્ટેમ્બરે થશે. જેની અંદાજિત કિંમત 2 કરોડ રૂપિયાની આસપાસ રાખવામાં આવી શકે છે.