EV Scooter: હવે વિયેતનામની આ કંપની ભારતમાં લાવશે ઇલેક્ટ્રિક સ્કૂટર, આ રાજ્યમાં સ્થપાયો મેગા મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ
Vinfast Clara Electric Scooter: વિયેતનામની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની વિનફાસ્ટે 2025માં ભારતીય બજારમાં પ્રવેશવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ તમિલનાડુ સરકાર સાથે થૂથુકુડીમાં 400 એકરનો EV મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે પહેલેથી જ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીએ ઇલેક્ટ્રિક એસયુવી, ઇલેક્ટ્રિક સ્કૂટર અને ઇલેક્ટ્રિક સાઇકલ માટે ભારત માટે 3 ડિઝાઇન પેટન્ટ રજિસ્ટર કર્યા છે.
Vinfast VF3 સુપરમિની ઇલેક્ટ્રિક SUVની ડિઝાઇન પેટન્ટ પહેલાથી જ ઇન્ટરનેટ પર લીક થઈ ચૂકી છે. આ ઈલેક્ટ્રિક SUV એક વાર ફુલ ચાર્જ થયા પછી લગભગ 201 કિમીની રેન્જ ધરાવતો હોવાનો દાવો કરવામાં આવે છે.
આ વિએતનામીઝ બ્રાન્ડ તેની પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર માટે જાણીતી છે, તેની પાસે સ્થાનિક બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની કેટેગરી પણ છે. Vinfast એ હવે ભારતમાં Vinfast Clara S ઇલેક્ટ્રિક સ્કૂટર માટે ડિઝાઇન ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવ્યું છે.
વિનફાસ્ટ ક્લેરા એસ હબ માઉન્ટેડ મોટરથી સજ્જ છે, જે 3kW પાવર જનરેટ કરવા માટે ટ્યૂન છે. તેની ટોપ સ્પીડ 78 kmph હોવાનો દાવો કરવામાં આવે છે, જે ભારતમાં લોકપ્રિય TVS iQube જેવી જ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3.5kWh LFP બેટરી છે, જ્યારે iQubeમાં Li-ion બેટરી પેક છે.
કંપનીનો દાવો છે કે, વિનફાસ્ટ ક્લેરા એસ ઈલેક્ટ્રિક સ્કૂટર 65 કિલોગ્રામના રાઈડર સાથે 30 કિમી પ્રતિ કલાકની ઝડપે સિંગલ ચાર્જ પર 194 કિમીની રેન્જ આપવામાં સક્ષમ હશે.
આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું વજન 122 કિલો છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર 14-ઇંચના ફ્રન્ટ વ્હીલ સાથે આવે છે અને તેની સીટની ઊંચાઈ 760 mm છે. તે ડિસ્ક બ્રેક્સ અને 23-લિટર બૂટ સ્પેસથી સજ્જ છે. સ્થાનિક બજારમાં આ ઈ-સ્કૂટરની કિંમત 39,900,000 Vietnamese Dong છે, જે ભારતમાં 1.34 લાખ રૂપિયાની બરાબર છે.
તમામ તસવીરો સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે