Year Ender 2023: ટાટા મૉટર્સે ગ્રાહકો માટે ખોલી દીધા દરવાજા, આ ગાડીઓ પર કર્યો ડિસ્કાઉન્ટનો વરસાદ, જુઓ....
Year Ender 2023: ઓટોમોબાઇલ માર્કેટ માટે વર્ષ 2023 ખાસ રહ્યું છે, આ વર્ષે કેટલીય કંપનીઓએ પોતાની લેટેસ્ટ કારો લૉન્ચ કરી છે, તો કેટલીક કંપનીઓએ વેચાણમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. આમાં ગ્રાહકોની પહેલી પસંદ ટાટા મૉટર્સ રહી છે. ટાટાની કારો ખુબ વેચાઇ છે. હાલમાં ટાટા મોટર્સ 31 ડિસેમ્બર 2023 સુધી તેની પસંદ કરેલી કાર પર 1.40 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અમે આ માહિતી આગળ આપવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ ટાટા સફારીનું છે, જેના પર ટાટા 1.40 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેમાં રોકડ, એક્સચેન્જ અને કૉર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.
બીજી SUV Tata Harrier છે. તેના પર કંપની દ્વારા 1.35 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેનો લાભ ગ્રાહકો આ મહિનાની છેલ્લી તારીખ સુધી મેળવી શકે છે. જે રોકડ, એક્સચેન્જ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટના રૂપમાં ઉપલબ્ધ છે.
Tata Tiago અને Tigor કાર પર પણ ઓફર આપવામાં આવી રહી છે. વેરિઅન્ટના આધારે, ગ્રાહકો આ કાર પર 80,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લઈ શકે છે, જે રોકડ, એક્સચેન્જ અને કોર્પોરેટના રૂપમાં ઓફર કરવામાં આવી રહી છે.
આગામી કાર Tata Nexon SUV છે, જેના વર્તમાન વેરિઅન્ટ્સ પર કંપની 70,000 રૂપિયા સુધીના લાભો મેળવી શકે છે. આ ઓફર આ SUVના પેટ્રોલ, AMT પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ પર લાગુ છે. જેનો લાભ આ મહિનાના અંત સુધી મેળવી શકાશે.
છેલ્લી કાર કે જેના પર ટાટા મોટર્સ આ મહિને ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. તે Tata Altroz છે. કંપની તેના CNG, પેટ્રોલ (MT અને DCA) વેરિઅન્ટ્સ પર 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. રસ ધરાવતા ગ્રાહકો 31 ડિસેમ્બર 2023 સુધી આનો લાભ લઈ શકે છે.