સાદુ નારિયેળ તેલ નહી પરંતુ વર્જિન કોકોનટ ઓઇલનો હેર-સ્કિન માટે કરી જુઓ ઉપયોગ, લાજવાબ મળશે રિઝલ્ટ
વર્જિન કોકોનટ ઓઇલ બનવાની પ્રોસેસ ખૂબ જ નેચરલ હોવાથી તેના ગુણોનો પુરેપુરો લાભ લઇ શકાય છે. તો કોલ્ડપ્રેસ સિસ્ટિમથી તૈયાર થતું હોવાથી વર્જિન કોકોનટ ઓઇલ ખુબ જ ગુણકારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્જિન નાળિયેર તેલમાં એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે તેથી તે ખરજવું સહિતના સ્કિન ઇન્ફેકશનમા કારગર છે. તે ત્વચા પર હાજર બેક્ટેરિયાને મારી નાખે છે, તે સોજો અને ખંજવાળ ઘટાડવામાં પણ મદદ કરે છે. વર્જિન નાળિયેર તેલ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
વર્જિન કોકોનટ ઓઇલમાં ઘણા પ્રકારના વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટો હોય છે, તે નિયમિત નાળિયેર તેલ કરતાં લાઇટ હોય છે અને તેની શેલ્ફ લાઇફ પણ ઓછી હોય છે. પરંતુ તે નેચરલ રીતે બનાવાતું હોવાથી તેના ફાયદા અનેકગણા છે.
વર્જિન નાળિયેર તેલ તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે નાળિયેર તેલમાં હાજર લૌરિક એસિડ, મીડિયમ ચેઇન ફેટી એસિડ્સ, કેપ્રીલિક અને કેપ્રિક એસિડ્સ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એકસાથે કામ કરે છે. જેના કારણે રોગો સામે લડવાની ક્ષમતા વિકસિત થાય છે.
વર્જિન નારિયેળનું તેલ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે કુદરતી રીતે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને નરમ બનાવે છે. ઉપરાંત, વર્જિન કોકોનટ તેલ ત્વચાનું મોશ્ચર લોક થઇ જાય છે. તેથી ત્વચા લાંબા સમય સુધી સ્મૂથ રહે છે. વર્જિન નાળિયેર તેલનો ઉપયોગ મેકઅપ રિમૂવર તરીકે પણ કરી શકાય છે.
વર્જન નારિયેળ તેલમાં એન્ટી એજિંગ ગુણધર્મો હોવાથી તેનાથી મસાજ કરવાથી ન માત્ર સ્કિનના રિંકલ દૂર થાય છે પરંતુ ત્વચા ટાઇટ અને ગ્લોઇંગ તેમજ બેદાગ બને છે.
કોઈપણ નાળિયેર તેલ વાળ માટે ખૂબ સારું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, વર્જિન નાળિયેર તેલ વાળને પોષણ આપવા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. વર્જિન નાળિયેર તેલથી વાળની માલિશ કરવાથી રક્તસંચાર સુધરે છે, તેનાથી હેર ગ્રોથ પણ થાય છે અને હેરની ગ્લોઇંગ અને સોફ્ટ બને છે.
વર્જિન નાળિયેર તેલના ઘણા ફાયદાઓમાં અલ્ઝાઈમર જેવા રોગોમાં સુધારો પણ સામેલ છે. વર્જિન નાળિયેર તેલમાં મધ્યમ ચેઇન ટ્રાઇગ્લિસરાઇડ એટલે કે MCTS ની વધુ માત્રા હોય છે, જેના કારણે વર્જિન નારિયેળના તેલનો વપરાશ મગજના કોષોને ઉર્જા પ્રદાન કરવામાં તેમજ સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. આમ, વર્જિન નાળિયેર તેલનું સેવન એપીલેપ્સી અને અલ્ઝાઈમર રોગમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.