ભારતની આ છે ટૉપ 10 સુરક્ષિતા કારો, મુસાફરી દરમિયાન પરિવારની નથી રહેતી સુરક્ષાની ચિંતા, જુઓ લિસ્ટ......
India Top 10 safe Cars: માર્ગ અકસ્માતની ઘટનાઓ ભારતમાં દરરોજ વધી રહી છે. ખાસ કરીને લોકો દ્વારા વાહન નિમયોનું પાલન ના કરવાના કારણે આવી નાની મોટી દૂર્ઘટનાઓ ઘટતી રહે છે. પરંતુ આમ છતાં તમારી ગાડી કેટલી સેફ છે, તેના પર પણ તમારી સુરક્ષાનો આધાર રહેલો છે, જો તમને તમારા પરિવારની ચિંતા છે, તો તમારી માટે એક સેફ કાર જરૂરી છે. અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ એવી કારો જેને વિષયમાં જેને વૈશ્વિક NCAPએ સુરક્ષિત ગણી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1. Tata Nexon - ટાટા નેક્સન SUVની ભારતીય માર્કેટમાં ખુબ ડિમાન્ડ છે, અને આને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. જેનુ કારણ ક્રેશ ટેસ્ટ રિપોર્ટમાં ગ્લૉબલ એનકેપે આ કારને 5 સ્ટાર રેટિંગ આપી છે, જેનો અર્થ થાય છે આ કાર એકદમ સુરક્ષિત છે.
2. Tata Altroz - ટાટા અલ્ટ્રૉઝ પણ સુરક્ષાની દ્રષ્ટિએ ભારતમાં ટૉપ કારોમાં સામેલ છે. ગ્લૉબલ NACP દ્વારા આને પણ 5 સ્ટાર રેટિંગ પ્રાપ્ત છે.
3. Tata Punch - ટાટા પંચને પણ ગ્લૉબલ NCAPએ સુરક્ષાના મામલામાં 5 સ્ટાર રેટિંગ આપ્યુ છે. આ પણ ભારતની સૌથી સુરક્ષિત કારોમાં ગણાય છે.
4. Mahindra XUV 300 - મહિન્દ્રા XUV 300 પોતાની મજબૂતી અને સુરક્ષા માટે બહુજ લોકપ્રિયા છે. ગ્લૉબલ NCAP એ ક્રેશ ટેસટ્માં સેફ્ટી માટે આ એસયુવીને 5 સ્ટાર રેટિંગ આપ્યુ છે.
5. Mahindra Marazzo - મહિન્દ્રા મરાજોને NCAPની ગ્લૉબલ ક્રેસ ટેસ્ટ રિપોર્ટમાં 4 સ્ટાર સેફ્ટી રેટિંગ પ્રાપ્ત કર્યુ છે. આ પણ સુરક્ષાની દ્રષ્ટિએ સારી માનવામા આવે છે, પરંતુ આ મહિન્દ્રની અન્ય ગાડીઓની સરખામણીમાં ઓછી સુરક્ષિત છે.
6. Volkswagen Polo - ફૉક્સવેગન પોલોને પણ ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ પ્રાપ્ત થયુ છે. જે સુરક્ષાની રીતે સારી છે.
7. Maruti Suzuki Vitara Brezza - મારુતિ સુજુકીની તરફથી અત્યાર સુધી આવી રહેલી વિટારા બ્રેઝાને ગ્લૉબલ NCAP દ્વારા 4 સ્ટાર પ્રાપ્ત થયા છે, પરંતુ હવે મારુતિ વિટારા બ્રેઝાને બદલીને બ્રેઝા નામની બે અલગ ગાડીઓ માર્કેટમાં લૉન્ચ કરી રહી છે.
8. Tata Tiago - ટાટા ટિયાગોને ગ્લૉબલ NCAP દ્વારા 4 સ્ટાર રેટિંગ પ્રાપ્ત કર્યુ છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ સારી માનવામાં આવે છે.
9. Kia Carens - થોડાક મહિનાઓ પહેલા ભારતીય માર્કેટમાં આવેલી કિયા કેરેન્સ બહુજ સસ્તી કિંમત પર લૉન્ચ થઇ હતી, આ કારને ગ્લૉબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યુ છે.
10. Renault Duster - રેનો ડસ્ટર, ગ્લૉબલ એનકેપ તરફથી 3 સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરી શકી છે, જે સુરક્ષાના રીતે એવરેજ છે.
11. Maruti Suzuki Ertiga - મારુતિ આર્ટિગાએ પોતાની નવી એડિશનમાં પોતાની સુરક્ષામાં સુધારો કર્યો છે, હવે 2022 મારુતિ આર્ટિગાને 3 સ્ટાર રેટિંગ પ્રાપ્ત છે.