PHOTOS: બોલિવૂડની સ્ટાર સિંગરે લગ્નના 5 વર્ષ બાદ પ્રથમ વખત શેર કરી લગ્નની તસવીરો
અંબાણી પરિવાર સાથે શ્રેયા ઘોષાલ. (Photo credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રેયા અને શિલાજીતના રિલેશનની કહાની ફિલ્મી સ્ટોરી જેવી છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની ખૂબસુરત તસવીરો શેર કરતા રહે છે.
શ્રેયા ઘોષાલના લગ્ન પારંપરિક બંગાળી રીતે થયા હતા. તેણે લોંગ ટાઇમ બોયફ્રેન્ડ શિલાજીત મુખોપાધ્યાય સાથે કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યુ હતું.
શ્રેયા ઘોષાલના લગ્ન 2015માં ધૂમધામથી થયા હતા. તેના લગ્નના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. પ્રથમવાર શ્રેયાએ લગ્નની ખાસ તસવીરો ફેંસ સાથે શેર કરી છે.
બોલિવૂડની સ્ટાર સિંગર શ્રેયા ઘોષાલે બુધવારે લગ્નની પાંચમી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ પ્રસંગે તેણે લગ્નની કેટલીક ખાસ તસવીરો ફેંસ સાથે શેર કરી હતી. લગ્નના પાંચ વર્ષ બાદ તેણે આ તસવીરો શેર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -