Ahmedabad: બાપુનગરની સર્વોદય વિદ્યામંદિરની 1998ની બેચનો પ્રથમ સ્નેહ મિલન સમારંભ યોજાયો, વિદ્યાર્થીઓએ જૂના સંસ્મરણો તાજા કર્યા
શાળાના ભૂતપૂર્વ આચાર્ય જીવરાજભાઈએ તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને જીવનમાં હજુ પણ ખૂબ પ્રગતિ કરવાના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે સ્કૂલના ટ્રસ્ટી બટુકભાઈ રાણાભાઈ શ્યાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના તત્કાલીન શિક્ષકોનું પણ આ પ્રસંગે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઈપણ વ્યકિતના ઘડતરમાં તેના પ્રારંભિક શિક્ષણનો ખૂબ મોટો ફાળો હોય છે. જેના સહારે જ આગળ જઈ તે સફળ બનતા હોય છે.
કાર્યક્રમને સફળ બનાવવા સંદિપ સોરઠીયા, આશા પટેલ, રાહુલ પટેલ, રાહુલ પંચાલ, રોહિત પટેલ, પરેશ પટેલ સહિતના વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન રાજલ ગૌદાની દ્વારા કરવામાં આવ્યું હતું. વિદેશમાં વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન કાર્યક્રમ નીહાળ્યો હતો.
પ્રિય શિક્ષકને મળતાં જ વિદ્યાર્થીનીઓ તેમને ઘેરી વળી હતી અને આ ક્ષણને કેમેરામાં કંડારી દીધી હતી.
સ્કૂલમાં બે દાયકા કરતાં વધારે સમય બાદ આવતાં જ વિદ્યાર્થીઓ જૂની યાદો તાજી કરીને ભાવુક થઈ ગયા હતા.
અમદાવાદના બાપુનગરની સર્વોદય વિદ્યામંદિરની 1998ની બેચનો પ્રથમ સ્નેહ મિલન સમારંભ 6 માર્ચે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ભેગા થઈને જૂના સંસ્મરણો તાજા કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -