ભાજપે અમદાવાદમાં મેયર સહિતના પાંચ મહત્વના હોદ્દા પર કોની કોની કરી નિમણૂક ? જાણો ક્યા વોર્ડનું કરે છે પ્રતિનિધિત્વ ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદોરોના નામની આજે ભાજપ મુખ્યાલય ખાતે જાહેરાત કરાઈ હતી. આ નિમણૂકોમાં શહેરના તમામ ઝોનને સરખું પ્રતિનિધિત્વ મળ્યું તેનું પૂરતું ધ્યાન રખાયું છે. ભાજપ દ્વારા શહેરના પાંચ સૌથી શક્તિશાળી હોદ્દા પર નિમાયેલા કોર્પોરેટર્સ કોણ છે અને ક્યા વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે તેની વિગતો નીચે પ્રમાણે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેયર બનાવાયેલા કિરીટ પરમાર ઠક્કરબાપાનગર વોર્ડમાંથી ચૂંટાયાં છે
ડેપ્યુટી મેયર બનાવાયેલાં ગીતાબેન પટેલ નારણપુરા વોર્ડમાંથી ચૂંટાયાં છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિમાયેલા હિતેશ બારોટ થલતેજ વોર્ડમાંથી ચૂંટાયેલા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પક્ષના નેતા નિમાયેલા ભાસ્કર ભટ્ટ સરસપુર વોર્ડમાંથી ચૂંટાયેલા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પક્ષના દંડક નિમાયેલા અરૂણસિંહ રાજપૂત ચાંદખેડા વોર્ડમાંથી ચૂંટાયેલા છે.