બેંક ઓફ બરોડામાં પરીક્ષા વિના નોકરી મેળવવાની તક, 25000 રૂપિયા માસિક પગાર મળશે
બેંક ઓફ બરોડાએ BC સુપરવાઈઝરની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ પર નોકરી મેળવવામાં રસ ધરાવતો હોય તે અધિકૃત વેબસાઇટ bankofbaroda.in દ્વારા અરજી કરી શકે છે. આ માટે બેંકે અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંક ઓફ બરોડાની આ ભરતી અંતર્ગત અનેક જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ આ પદો માટે અરજી કરવા માંગો છો, તો તમે 10 મે પહેલા અરજી કરી શકો છો. કોઈપણ ઉમેદવાર કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તો નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચો.
જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે, તેમની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 65 વર્ષ હોવી જોઈએ. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેઓ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર જ્ઞાન સાથે સ્નાતક હોવા જોઈએ.
બેંક ઓફ બરોડામાં આ જગ્યાઓ માટે અરજી કરનાર તમામ ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. સત્તાવાર સૂચના અનુસાર, આ પદો માટે પસંદ કરાયેલા કોઈપણ ઉમેદવારને 25,000 રૂપિયાનો માસિક પગાર ચૂકવવામાં આવશે.
અધિકૃત સૂચના અનુસાર, ઉમેદવારોએ અરજી ફોર્મ ભરીને તેને સંબંધિત દસ્તાવેજો સાથે “આસિસ્ટન્ટ જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા, પ્રાદેશિક કાર્યાલય, બરોડા સિટી રીજન II, ગ્રાઉન્ડ ફ્લોર, સૂરજ પ્લાઝા 1, સયાજીગંજ, બરોડા – 390005 પર મોકલવાનું રહેશે.