SSC CGL 2022: ગ્રેજ્યુએટ્સ માટે SSCએ બહાર પાડી 20 હજાર પદો પર ભરતી, જાણો ડિટેલ્સ......
SSC CGL Recruitment: સ્ટાફ સિલેક્શન કમીશને (SSC) 20 હજાર પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જે 08 ઓક્ટોબરે પુરી થઇ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSSC CGL Recruitment: સ્ટાફ સિલેક્શન કમીશને (SSC) 20 હજાર જગ્યાઓ પર ભરતી માટે અરજી મંગાવવાની શરૂ કરી દીધી છે, જેના માટે ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકે છે.
SSC-CGL Jobs 2022: કર્મચારી પસંદગી આયોગે (SSC) જુદાજુદા મંત્રાલયો / વિભાગો / સંગઠનોમાં ગૃપ 'બી' અને ગૃપ 'સી' માટે અલગ અલગ પદો ભરવા માટે સંયુક્ત સ્નાતક સ્તર (સીજીએલ) પરીક્ષા 2022 આયોજિત કરવા માટે અધિકારિક અધિસૂચના જાહેર કરી દીધી છે.
આ ભરતી દ્વારા સહાયક લેખા પરીક્ષા અધિકારી, સહાયક અનુભાગ અધિકારી, સહાયક પ્રવર્તન અધિકારી, ઉપ નિરીક્ષક, લેખા પરીક્ષક, કર સહાયક, ડાક સહાયક / છંટની સહાયક અને અન્ય પદો પર ભરતી કરવામા આવશે. આ અભિયાન દ્વારા લગભગ 20 હજાર પદો પર ઉમેદવારોની નિયુક્તિ થશે. એસએસસની આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, જે 8 ઓક્ટોબર, 2022 સુધી ચાલશે.
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને સંબંધિત વિષયમાં કોઇપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય કે સંસ્થાનમાંથી ગ્રેજ્યુએટ થવુ જોઇએ.
ઉમેદવારોને અરજી ફી તરીકે 100 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. જ્યારે મહિલા, અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી), પીડબલ્યૂબીડી, ઇએસએમ શ્રેણીના ઉમેદવારોને ફીમાં છૂટછાટ આપવામાં આવી છે.
ઉમેદવાર ભરતી માટે અરજી અધિકારીક વેબસાઇટ https://ssc.nic.in પર જઇને ઓનલાઇન મૉડમાં કરી શકે છે, ભરતી સાથે જોડાયેલી વધારે જાણકારી માટે ઉમેદવાર અધિકારીક સાઇટની મદદ લઇ શકે છે.