Rajasthan: રાજસ્થાનમાં 10મી પાસ પર નીકળી બમ્પર ભરતી, અહીં જાણો ભરતીની તમામ ડિટેલ્સ.......
Rajasthan: રાજસ્થાન સબઓર્ડિનેટ એન્ડ સર્વીસીઝ સેલિકેશન બોર્ડે ફૉરેસ્ટર અને ફૉરેસ્ટ ગાર્ડના પદો પર બમ્પર ભરતી બહાર પાડી છે. તે કેન્ડિડેટ્સ જે આ પદો માટે અરજી કરવા યોગ્ય અને ઇચ્છુક છે. તે RSMSSBની અધિકારીક વેબસાઇટ પર જઇને એપ્લાય કરી શકે છે. આ ભરતીમાં ડ્રાઇવના માધ્યમથી 2399 પદો ભરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પદો માટે માત્ર ઓનલાઇન એપ્લાય કરી શકાશે. આ પછી તમારે રાજસ્થાન અધીનસ્થ અને મંત્રાલયિક સેવા પસંદગી બોર્ડની અધિકારીક વેબસાઇટ પર જવુ પડશે. જેનુ એડ્રેસ છે – rsmssb.rajasthan.gov.in
આ પદોની ખાસ વાત છે કે આ માટે કોઇ માન્યતા પ્રાપ્ત બોર્ડથી દસમુ અને બારમુ પાસ કરેલા ઉમેદવાર એપ્લાય કરી શકે છે. વિસ્તારથી જાણવા માટે નૉટિસ જોઇ શકો છો.
આ પદો પર અરજીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, અને એપ્લાય કરવાની અંતિમ તારીખ 29 માર્ચ 2022 છે. આ ભરતી પહેલા બહાર પાડી હતી, જેની અરજીઓ ફરીથી સરૂ થઇ છે.
જ્યાં સુધી ઉંમરમર્યાદાની વાત છે, તો આ પદ અનુસાર જુદાજુદા છે. ફૉરેસ્ટ ગાર્ડ પદ માટે ઉંમર મર્યાદા 18 થી 24 વર્ષની છે. વળી ફૉરેસ્ટર પદ માટે ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષની નક્કી કરવામાં આવી છે.
આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારને 450 રૂપિયા ફી આપવી પડશે. રાજસ્થાનમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાઓ આ પદો માટે અરજી કરી શકે છે.