તમે ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વી પર ઓક્સિજન 90 ટકા થઇ જાય ત્યારે શું થશે?
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો પૃથ્વી પર ઓક્સિજનનું પ્રમાણ 90 ટકા જાઇ જાય તો શું થશે? જો નહીં તો આજે આપણે આ વિષય પર ચર્ચા કરવાના છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌ પ્રથમ આપણે સમજીએ કે પૃથ્વીના વાતાવરણમાં રહેલા વિવિધ વાયુઓ શું છે. નોંધનીય છે કે પૃથ્વી પર 78 ટકા નાઇટ્રોજન, 21 ટકા ઓક્સિજન, 0.93 ટકા આર્ગન અને 0.39 ટકા કાર્બન ડાયોક્સાઇડ છે.
આ સિવાય બાકીના એક ટકામાં મિથેન સહિત અનેક વાયુઓ છે. આ વાયુઓ પૃથ્વી પર હમણાં જ નહીં પરંતુ લાખો વર્ષોથી હાજર છે અને પૃથ્વી પરના તમામ જીવનને તેની ટેવ પડી ગઇ છે
જો કે, જો આપણે ઓક્સિજનમાં ફેરફાર વિશે વાત કરીએ તો તમે એ પણ જાણો છો કે ઓક્સિજન આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જો આ ઓક્સિજન 90 ટકા પણ થઈ જશે તો પૃથ્વી પર નાઈટ્રોજનની ભારે અછત સર્જાશે. જેની પૃથ્વી અને મનુષ્ય બંને પર અલગ-અલગ અસરો થઈ શકે છે.
આ સિવાય કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓની માત્રામાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી કારણ કે તે પૃથ્વી પર પહેલાથી જ ખૂબ ઓછી છે.