'બનાસકાંઠા કોંગ્રેસમાં દિવાળી' જીત બાદ ગેનીબેન ઠાકોરના સમર્થકોએ રૉડ-રસ્તાં પર ફોડ્યા ફટાકડાં, ઉજવણીની તસવીરો આવી સામે
GENIBEN NAGAJI THAKOR: ગઇકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયુ છે. બે ટર્મ બાદ ગુજરાતમાં ભાજપનો ક્લિન સ્વિપ કરવાનો ઇરાદો તુટ્યો છે. આ વખતે આ ઇરાદો કોંગ્રેસના એક સામાન્ય મહિલા નેતાએ તોડ્યો છે. ખરેખરમાં, આ વખતે રાજ્યમાં તમામ 26 બેઠકો પર કબજો કરવા ઇરાદાથી મેદાનમાં ઉતરેલી બીજેપીને બનાસકાંઠાના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના હાથ મોટી માત મળી છે. ગુજરાતમાં ભાજપને 25 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. બનાસકાંઠા બેઠક પહેલીવાર ભાજપના હાથમાથી સરકીને કોંગ્રેસના હાથ ગઇ છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થતાં જ કાર્યકર્તાઓએ બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ બનાવી દીધો હતો. ઠેર ઠેર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, તેની તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 67,1883 મત મળ્યા છે, અને ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીને 64,1477 મત મળ્યા છે. આ ચૂટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે.
image 2
ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભારે પડ્યા છે. બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે 30 હજાર 406 મતોથી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા છે. ખાસ વાત છે કે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે એકલા હાથે ભાજપની હેટ્રિક રોકી લીધી છે.
બનાસકાંઠા બેઠક પર વિજયી થતા ગુજરાત કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂંકાયો છે અને 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. મતગણતરીમાં છેલ્લી મિનિટ સુધી ઘણા ચઢાવ આ બેઠક પર જોવા મળ્યા હતા. આખરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હારનો સમાનો કરવો પડ્યો હતો.
પોતાને બનાસના બેન ગણાવી ચૂંટણીજંગમાં ઉતરેલા ગેનીબેન ઠાકોરનો મુકાબલો ના માત્ર ભાજપના રેખાબેન ચૌધરી સામે હતો, પરંતુ ભાજપનું મજબૂત સંગઠન અને બનાસકાંઠા જિલ્લાના સહકારી સંગઠન સામે એટલી જ ટક્કર હતી, પણ આખરે ગેનીબેન ઠાકોરે તમામને માત આપી દીધી.
ખાસ વાત છે કે, જીત બાદ ગેનીબેન ઠાકોરે વિરોધીઓ વિરુદ્ધ હુંકાર પણ કર્યો હતો કે, મતદારોને કોઈ હેરાન ના કરતા, હું મતદારોની સાથે છું.