PM Modi: પહેલી, બીજી અને ત્રીજીવાર.... નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા દરમિયાનની આઇકૉનિક મૉમેન્ટની તસવીરો......
PM Modi Oath Ceremony: નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 8 હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરેન્દ્ર મોદી 20 મે, 2014ના રોજ સંસદના સેન્ટ્રલ હૉલમાં તેમના ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, લાલકૃષ્ણ અડવાણી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને તમામ મુખ્યપ્રધાનો અને ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા સભ્યો, સર્વસંમતિથી મને નવી જવાબદારી સોંપવા બદલ હું તમારા બધાનો આભારી છું. હું ખાસ કરીને લાલકૃષ્ણ અડવાણી અને રાજનાથસિંહનો આભારી છું કારણ કે તેઓએ મને આશીર્વાદ આપ્યા છે.
નરેન્દ્ર મોદીએ 30 મે 2019 ના રોજ સાંજે 7 વાગ્યે ત્રીજીવખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર બહુમતીનો જાદુઈ આંકડો પાર કર્યો હતો. ત્યારબાદ, ભારતમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી સરકાર સતત બે ટર્મ માટે ચૂંટાઈ હતી.
20 મે 2014ના રોજ વડાપ્રધાન-નિયુક્ત નરેન્દ્ર મોદી પહેલીવાર સંસદમાં પ્રવેશ્યા કે તરત જ તેમણે સીડીઓને સ્પર્શ કરી અને માથું નમાવ્યું હતુ.
વર્ષ 2014માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નરેન્દ્ર મોદીને પ્રથમ વખત વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. 2014 માં આ 30 વર્ષ પછી બન્યું જ્યારે કોઈ પાર્ટીને પોતાના દમ પર બહુમતી મળી હતી.
વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીના પ્રથમ શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક સંગઠનના તમામ સભ્ય દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના તત્કાલિન પીએમ નવાઝ શરીફ પણ નરેન્દ્ર મોદીના પ્રથમ શપથ ગ્રહણ માટે ભારત આવ્યા હતા.