Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Times Now ETG Survey: આજે લોકસભા ચૂંટણી થાય તો આ 6 રાજ્યોમાં NDA ને 20 ટકા સીટોનું નુકસાન, સર્વેએ વધાર્યું ટેન્શન
લગભગ 60 ટકા લોકોનો ટેલિફોન પર સર્વે કરવામાં આવ્યો હતો અને 40 ટકા લોકોનો ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો. આ મુજબ છેલ્લી લોકસભા ચૂંટણીની તુલનામાં આ વખતે NDAને 6 રાજ્યો - બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ 6 રાજ્યોમાંથી NDA માત્ર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યમાં સત્તામાં છે. બાકીના ચાર રાજ્યો રાજસ્થાન, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ગઠબંધન INDIA પક્ષોની સરકાર છે. જો કે, સર્વેમાં INDIAને પણ અહીં કોઈ ખાસ ફાયદો જોવા મળ્યો નથી.
આ રાજ્યોમાં લોકસભાની કુલ 198 બેઠકો છે, 2019માં 163 બેઠકો પર એનડીએ જીત્યું હતું. બીજી તરફ આ સમયની વાત કરીએ તો સર્વેમાં અનુમાન છે કે એનડીએ 120થી 134 સીટો જીતી શકે છે. તે મુજબ એનડીએને 29થી 43 બેઠકોનું નુકસાન થઈ શકે છે.
સર્વે મુજબ NDAને રાજસ્થાનમાં 20 થી 22 સીટો, મધ્યપ્રદેશમાં 24 થી 26 સીટો, બિહારમાં 22 થી 24 સીટો, પશ્ચિમ બંગાળમાં 16 થી 18 સીટો અને ઝારખંડમાં 10 થી 12 સીટો મળવાનો અંદાજ છે.
સર્વે મુજબ, INDIAને રાજસ્થાનમાં 2 થી 3 બેઠકો, મધ્ય પ્રદેશમાં 3 થી 5 બેઠકો, મહારાષ્ટ્રમાં 15 થી 19 બેઠકો, બિહારમાં 16 થી 18 બેઠકો, પશ્ચિમ બંગાળમાં NDAને 23 થી 27 બેઠકો અને ઝારખંડમાં 2 થી 4 બેઠકો મળવાનો અંદાજ છે.