Gardening: બીજ કે છોડ નહિ પરંતુ માત્ર પાન અને ડાળીથી જ ઉગાડી શકો છો આ 5 પ્લાન્ટસ, આ રીતે કરો તૈયાર
કેટલાક લોકોને ગાર્ડનિગનો ખૂબ જ શોખ હોય છે, પરંતુ તેઓ તેના માટે વધુ સમય કે મહેનત કરી શકતા નથી. આવી સ્થિતિમાં, ઘણા લોકો આવા છોડની શોધમાં હોય છે, જેને બીજ અથવા મૂળ વાવવાની ઝંઝટ વિના ઘરે સરળતાથી ઉગાડી શકાય છે. તમને જણાવી દઈએ કે આવા 5 છોડ છે, જેને તમે પાંદડાની મદદથી રોપી શકો છો. આવો જાણીએ આ છોડ વિશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્લાન્ટ એર પ્યુરિફાયરનું કામ કરે છે. તમે આ છોડને પાંદડા દ્વારા સરળતાથી રોપણી કરી શકો છો. આ માટે સ્નેક પ્લાન્ટનું એક મોટું પાન લો. પછી આ પાનને એક કે બે ભાગમાં કાપી લો. હવે પોટીંગ મિક્સ પોટમાં મુકો અને પાનની નીચેનો ભાગ માટીમાં સારી રીતે વાવી દો અને બાદ પાણી આપો. તમારો નવો સ્નેક પ્લાન્ટ લગભગ એક મહિનામાં તૈયાર થઈ જશે.
એલોવેરાનો છોડ ઔષધીય તત્વોથી ભરપૂર હોય છે. તેના નવા છોડને તૈયાર કરવા માટે, એલોવેરાના પાન લો અને તેને થોડા સમય માટે છાંયડામાં સૂકવવા માટે રાખો. આ પછી, જ્યારે કટીંગનો નીચેનો ભાગ સુકાઈ જાય, ત્યારે તેને પોટીંગ મિક્સનો ઉપયોગ કરીને પોટમાં રોપવો. તેના પર રોજ પાણીનો છંટકાવ કરતા રહો. આ સાથે, તમારો નવો એલોવેરા પ્લાન્ટ લગભગ 25 થી 30 દિવસમાં તૈયાર થઈ જશે.
ઝેડ પ્લાન્ટને પણ આપ આવીજ રીતે વાવી શકો છો. તેનો નવો રોપ તૈયાર કરવા માટે છોડ કે બીજની જરૂર નથી રહેતી,. ઝેડ પ્લાન્ટ નર્સરીમાં લેવા જશો તો ઘણો મોંઘો પડશે. તેના નવા છોડને ઘરે તૈયાર કરવા માટે, ઝેડ છોડના પાનને કાપીને તેને એક દિવસ માટે સૂકવવા માટે રાખો. આ પછી તેને કૂંડામાં રોપી દો અને પાણીનો છંટકાવ કરી દો.
રબર પ્લાન્ટને ઘરની અંદર રોપવું બેસ્ટ એટલા માટે છે કારણ કે, આ શો પ્લાન્ટ હોવા ઉપરાંત હવાને શુદ્ધ કરવાનું કામ પણ કરે છે. તેના નવા છોડને તૈયાર કરવા માટે છોડના પાનને માટીવાળા કૂંડામાં વાવી દો. પાણી આપતા રહો. કૂંડાને તાપથી દૂર પરંતુ પ્રકાશ આવે તેવી જગ્યાએ રાખો. 15થી 20 દિવસમાં છોડ તૈયાર થઇ જશે.
આ છોડને મોગરા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સુગંધિત સફેદ ફૂલો આવે છે. તેને રોપવા માટે, એક મધ્યમ કદનું વાસણ લો અને તેમાં ખાતર મિશ્રિત માટી ભરો અને જૂના મોગરાના છોડમાંથી ડાળી કટીંગ કરી લો. આ કટિંગના માટીના કૂંડામાં વાવી દો. 15થી 20 દિવસમાં એક અન્ય રોપ તૈયાર થઇ જશે.