2.75 લાખનો ટ્રેક સૂટ, 40 હજારની ટોપી, વાયરલ થયો રણવીર સિંહનો નવો લુક
બોલિવૂડ એક્ટર રણવીર સિંહતાને વિચિર્ત લૂકને લઈને જાણીતા છે. રણવીર સિંહે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું જેને જોઈને ફેન્સ અને સોસિયલ મીડિયા યૂઝર્સના હોશ ઉડી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફોટોશૂટમાં રણવીર સિંહ ગૂચી બ્રાન્ડનો ટ્રેક સૂટ પહેરેલ જોવા મળી રહ્યો છે. આ બ્લૂ કલરના ટ્રેકટ સૂટમાં રણવીર સિંહ શાનદાર લાગી રહ્યો છે. જ્યારે અનેક લોકો તાની તુલના હોલિવૂડ એક્ટર જેરેડ લેટો સાથે પણ કરી રહ્યા છે.
રણવાર સિંહનો આ લુક તો શાનદરા છે પણ જો તમે તેના આ કપડાની કિંમત જાણશો તો તમારા હોંશ ઉડી જશે.
ગૂચીની વેબસાઈટ અનુસાર, રણવીર સિંહના ટ્રેક પેન્ટ્સની કિંમત 1980 ડોલર એટલે કે 1.48 લાખ રૂપિયા આસપા, થાય છે. જ્યારે તેના શાઈની જર્સી સ્વેટશર્ટની કિંમત 1650 ડોલર એટલે કે 1.24 લાખ રૂપિયા આસપાસ થાય છે.
આ બન્ને મળીને ટ્રેક સૂટની કુલ કિંમત 2.72 લાખ રૂપિયા આસપાસ થાય છે. રણવીર સિંહની આ સ્ટાઈલ જેટલી નિરાળી છે એટલી જ મોંઘી પણ છે. આ ટ્રેક શૂટમાં રણવીર સિંહની તસવીર ખૂબ વાયરલ પણ થઈ રહી છે.