આ આયુર્વેદિક નિયમોનું પાલન કરે છે આલિયા ભટ્ટ, ફિટનેસ અને બ્યુટી માટે અનુસરો એક્ટ્રેસની આ ટિપ્સ
બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાને ફીટ રાખવા માટે કેટલાક આયુર્વેદિક નિયમોનું પાલન કરે છે. આલિયા ભટ્ટની સુંદરતાનું રાજ આ આયુર્વૈદિક ટિપ્સમાં છુપાયેલું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટની સુંદરતા અને બ્યુટીનું સિક્રેટ આયુર્વૈદ ટિપ્સ છે. જો આપ પણ આલિયા જેવી સુંદરતા ઇચ્છતા હો તો આયુર્વૈદિક ટિપ્સને અનુસરીને ફોલો કરી શકો છો.
સૂર્યપ્રકાશને લીધે ત્વચાને પોષણ મળે છે, શરીરને વિટામિન-ડી મળે છે અને હાડકાં મજબૂત બને છે. તે જ સમયે, ત્વચા હાનિકારક બેક્ટેરિયાથી છુટકારો મેળવે છે. આલિયા જ્યારે પણ સમય મળે ત્યારે સન બાથ લેવાનું પસંદ કરે છે. સનબાથ શારીરિક તંદુરસ્તી માટે જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આલિયા કહે છે કે, આપણી સ્કિન પરથી આપણા સ્વાસ્થ્યનો હાલ જાણી શકાય છે. આયુર્વેદમાં ફળના સેવનનો ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.સિઝનલ 2 ફળો નિયમત લેવા જોઇએ. આલિયા વધુમાં વધુ ફળો ખાય છે, જેના કારણે તેની નેચરલ બ્યુટી બરકરાક રહે છે.
આલિયા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે ફળોના જ્યુસ કરતા ફળો લેવાનું મદદ કરે છે. ફળોના જ્યુસમાં ફાઇબરનો લાભ નથી મળતો. તેની વિપરિત અસર પાચનતંત્ર પર પણ પડે છે.
આલિયા ભટ્ટ ડિનર સૂર્ય અસ્ત થયા પહેલા જ લેવાનું પસંદ કરે છે. સૂર્ય અસ્ત થયા પહેલા જ સાંજનું ભોજન લેવાથી પાચનનો પુરતો સમય મળે છે અને બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ નથી થતી.
આલિયા લંચ કે ડિનર બાદ તરત પાણી પીવાનું ટાળે છે. તરત લાગતા તે કાકડી, તરબૂચ, , દહીં વગેરે લેવાનું પસંદ કરે છે.આયુર્વેદ મુજબ શરીરને સ્વસ્થ રાખવા માટે કંદમૂળ લેવા પણ જરૂરી છે. તે ગાજર, શક્કરિયા, બીટનું સલાડ દિવસમાં એકવાર અચૂક લે છે.