આમિર-અક્ષયથી લઇને સોનુ સૂદ સુધી, બૉલીવુડના આ સ્ટાર્સને કોરોનાની રસીનો પહેલો ડૉઝ લીધા બાદ પણ થયો કોરોના, જુો તસવીરો....
મુંબઇઃ દેશમાં કોરોના સંક્રમણ સતત ઝડપથી વધી રહ્યું છે. આના કારણે લોકો કૉવિડ-19 વેક્સિન લેવા આગળ આવી રહ્યાં છે. વળી નેતાથી લઇને સામાન્ય લોકોની સાથે બૉલીવુડ સ્ટાર્સ પણ કોરોનાની રસી લઇ રહ્યાં છે. પરંતુ આનાથી વિપરીત દ્રશ્ય પણ આવી રહ્યું છે, જે લોકો કોરોનાની રસીનો ડૉઝ લઇ ચૂક્યા છે તે લોકો પણ કોરોનાનો શિકાર થવા માંડ્યા છે. અહીં અમે તમને એવા બૉલીવુડ સ્ટાર્સ વિશે વાત કરી રહ્યાં છે, કોરોના વેક્સિનો ડૉઝ લઇ ચૂક્યા છે, છતાં કોરોનાએ તેમના પર એટેક કર્યા છે. અક્ષય કુમારથી લઇને સોનુ સુદ જેવા સ્ટાર્સ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવુડમાં કેટલીય હિટ ફિ્લમો આપ્યા બાદ રાજનીતિના મંચ પર ઉતરેલી એક્ટ્રેસ નગમાએ પણ કોરોના વેક્સિનની પહેલી ડૉઝ લીધી છે, આ ડૉઝ લીધા બાદ પણ એક્ટ્રેસ કોરોનાં સંક્રમિત થઇ ગઇ છે. તેને ટ્વીટર પર આ વાતની જાણકારી આપી હતી.
બૉલીવુડ એક્ટર આશુતોષ રાણાએ એપ્રિલની શરૂઆતમાં જ પોતાની પત્ની રેણુકા શહાણેની સાથે કોરોના વેક્સિનનો પહેલો ડૉઝ લીધો હતો. 14 એપ્રિલે તે પણ કોરોના પૉઝિટીવ નીકળી હતી.
એક્ટર પરેશ રાવલ પણ આ લિસ્ટમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે તેને કોરોનાનો પહેલો ડૉઝ લીધા બાદ સોશ્યલ મીડિયા પર આની જાણકારી આપી હતી. પરંતુ થોડાક જ અઠવાડિયામાં તે પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
55 વર્ષના જાણીતા સિંગર પલાશ સેને પણ થોડાક દિવસો પહેલા કોરોના રસીનો ડૉઝ લીધો હતો. પરંતુ છતાં તે આ વાયરસથી ના બચી શક્યા.
બૉલીવુડના સૌથી ફિટ એક્ટર મનાતા અક્ષય કુમારનુ નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. અક્ષય કુમારે પોતે કોરોના પૉઝિટીવ હોવાની જાણકારી સોશ્યલ મીડિયા પર આપી હતી. ખાસ વાત છે કે અક્ષય કુમાર કોરોનાની રસીનો પહેલો ડૉઝ અગાઉ જ લઇ ચૂક્યો છે.
કોરોના કાળમાં લોકો માટે મસીહા બનીને સામે આવનારા બૉલીવુડ એક્ટર સોનુ સુદે પણ તાજેતરમાં જ અમૃતસરમાં કોરોના રસીનો પહેલો ડૉઝ લીધો હતો. પરંતુ શનિવારે ખુદ સોનુ સુદે સોશ્યલ મીડિયા પર જાણકારી આપતા જણાવ્યુ કે તેને કોરોના થઇ ગયો છે.
વર્ષ 2020ની શરૂઆત બધા માટે એટલી ખરાબ રહી હતી કે આની અસર હજુ પણ 2021માં દેખાઇ રહી છે. થોડાક સમય પહેલા જ 56 વર્ષના બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાને પણ કોરોનાની રસીનો પહેલો ડૉઝ લીધો હતો, પરંતુ ગયા મહિને રિપોર્ટ આવ્યા હતા કે આમિર ખાન કોરોના પૉઝિટીવ થયો છે.