આમિર ખાનની દીકરી ઇરા ખાનને જરૂર છે 25 ઇન્ટર્સની, આ શિડ્યુઅલમાં કરવું પડશે કામ, મળશે આટલી સેલેરી..
ઇરા ખાને મેન્ટલ હેલ્થ માટે લોકોને જાગરૂક કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન માટે તેમને કેટલાક લોકોની જરૂર છે. આ માટે તેમણે 25 ઇન્ટર્સની જરૂર છે. તેમણે કામની ડિટેલ અને કામના કલાકો સહિતની ડિટેલ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇરાને 25 ઇન્ટર્સની જરૂર છે. જે મેન્ટલ હેલ્થના મુદ્દે લોકોની મદદ કરી શકે. આ એક મહિનાની ઇન્ટર્નશિપ હશે. જેના માટે કેન્ડિડેટ્સને પાંચ હજાર રૂપિયા સેલેરી પણ મળશે.ઇરાને દેશના અલગ અલગ રાજ્યોથી ઇન્ટર્નની જરૂર છે.
આ રીતે લોકો અલગ અલગ ભાષા બોલતા દરેક લોકો સુધી પહોંચી શકાશે અને તેની મદદ કરી શકાશે. જે આ કામ કરવા ઉચ્છુંક હોય તેમણે કોલ અથવા ઇમેલ દ્રારા સંપર્ક કરવાનો રહેશે. આઠ કલાકની શિફ્ટ હશે જે 22 માર્ચથી શરૂ થશે.
આ પોસ્ટ સાથે ઇરાએ તેમનું ઇમેઇલ આઇડી પણ મેન્શન કર્યું છે. જેથી ઇચ્છુક ઇન્ટર્ન અપ્લાય કરી શકે, આ સાથે ઇરાએ સ્વૈચ્છિક સેવા આપવા ઇચ્છુક લોકોને પણ જોડાવવા આહવાન આપ્યું છે.
ઇરા ખુદ ડિપ્રેશનની ભોગ બની હતી. એક વીડિયો દ્રારા તેમણે આ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, હું 4 વર્ષથી ડિપ્રેશનમાં સામે લડી રહી હતી. આ ખૂબ જ પીડાદાયક સ્થિતિ હોય છે. તેમના આ અનુભવ બાદ જ તે મેન્ટલ હેલ્થ અંગે લોકોને જાગરૂક કરવા ઇચ્છે છે. ઇરાના આ પ્રયાસની લોકો પ્રશંસા કરી રહ્યાં છે.