લાંબા સમયના રિલેશન બાદ કરણ મેહરાએ નિશા રાવલ સાથે કર્યા હતા લગ્ન, જાણો નિશાની લગ્નથી લઇને પ્રેગનન્સી સુધીની કહાની, Wedding Album....
મુંબઇઃ ટેલિવીઝન સ્ટા કરણ મેહરા અને નિશા રાવલના લગ્નજીવન આજકાલ ખુબ વિવાદોનો સામનો કરી રહ્યું છે. કરણ મેહરાની મુંબઇ પોલીસે ધરપકડ કરી લીધી છે. તેના પર તેની પત્ની નિશા રાવલને ડૉમેસ્ટિક વાયૉલેન્સનો કેસ નોંધાવ્યો છે. આવામાં આજે અમે તમને બતાવી રહ્યાં છીએ કપલની હેપ્પી વેડિંગની કેટલીક તસવીરો.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબન્નેના લગ્નની તસવીરો જોઇને સ્પષ્ટ થાય છે કે આ બન્ને એકબીજાને ઉંમરભર સાથ નિભાવવા માટે ઉત્સુક હતા. કરણ મેહરા અને નિશા રાવલે લગભગ 6 વર્ષ સુધી ડેટિંગ બાદ 2012માં લગ્ન કર્યા. બન્નેની હંસતે-હંસતેના સેટ પર થઇ હતી.
ઉલ્લેખનીય છે કે જ્યારે કરણ મહેરા બિગ બૉસમાં ગયો ત્યારે નિશા પ્રેગનન્ટ હતી, બન્નેનો એક દીકરો છે જેનો જન્મ 2017માં થયો હતો. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, કરણ મેહરાએ તેની સાથે તેની સાથે પહેલા લડાઇ અને પછી મારામારી કરી હતી.
આ પછી નિશા રાવલે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે કરણ મેહરાની ધરપકડ કરી. કરણ મેહરા પર કલમ 336, 337, 332, 504, 506 અંતર્ગત કેસ નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઘણા દિવસો પહેલા કરણ મેહરા અને નિશા રાવલ વચ્ચે થોડીક અણબન ચાલી રહી હતી. તાજેતરમા જ કરણે આ તમામ વાતોને ખોટી ગણાવીને ફગાવી દીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં કરણ મેહરાએ કહ્યું કે બન્ને વચ્ચે ચાલી રહેલી તકરારની વાતો એકદમ ખોટી છે. કૉવિડ દરમિયાન નિશાએ તેનુ પુરેપુરુ ધ્યાન રાખ્યુ છે.
કરણે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, તે થોડાક દિવસો પહેલા પંજાબી પ્રૉજેક્ટને લઇને શૂટિંગમાં બિઝી હતો, તેના માટે આ છેલ્લા અઠવાડિયા સુધી તણાવપૂર્ણ રહ્યા. તેને જણાવ્યુ કે, તે શૂટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને શરીરમાં દુઃખાવો થયો અને થોડોક થાક લાગ્યો હતો.
કરણે કહ્યું કે તે મુંબઇ પરત ફર્યો હતો અને તેને ટેસ્ટ કરાવ્યો હતો, જેમા તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, બાદમાં તે પૉઝિટીવ નીકળ્યો હતો. હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. તેને કહ્યું હતુ કે મારી તબિયત એકદમ ઠીક છે અને મારી પત્ની નિશા મારુ પુરેપુરુ ધ્યાન રાખી રહી છે.
કામની વાત કરીએ તો કરણ મેહરાને Yeh Rishta Kya Kehlata Hai સીરિયલમાં નૈતિક સિંઘાનિયાના રૉલથી લોકપ્રિયતા મળી હતી. વળી નિશા રાવલે ફિલ્મ હંસતે-હંસતે, Rafoo Chakkarમાં કામ કર્યુ છે. ટીવીની વાત કરીએ તો આ જોડી નચ બલિયેમાં સાથે દેખાઇ ચૂકી છે.