એક્ટર સુરજ પંચોલીએ ખરીદી ડુકાટી સ્ટ્રીટફાઇટર V4s સુપર બાઇક, જેની કિંમત છે 26 લાખ, જુઓ તેની તસવીરો
મોડેલ ટોપ-એન્ડ ડુકાટી સ્ટ્રીટફાઈટર V4S બાઇકની ખરીદી કરીને, ખુદને જ આ એક્ટરે ગિફ્ટ આપી છે. સુરજ પંચોલીએ 26 લાખની કિંમતનું આ બાઇક ખરીદ્યું છે. આ બાઇકનું મોડલ ડાર્ક સ્ટીલ્થ મેટ બ્લેકમાં આવે છે.. જેની કિંમત ઓન રોડ 26 લાખ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'હીરો' અને 'સેટેલાઇટ શંકર' જેવી ફિલ્મોથી ખ્યાતિ મેળવનાર અભિનેતા સૂરજ પંચોલીએ તાજેતરમાં ખુદને ક્રિસમસની ગિફ્ચમાં ડુકાટી સ્ટ્રીટફાઇટર V4 S બાઇક આપી છે.
અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેની આ ગિફ્ટની તસવીરો પોસ્ટ કરી છે. જેમાં કેપ્શન લખ્યું હતું કે, શ્રેષ્ઠ નાતાલ!
પંચોલી દ્વારા ખરીદાયેલ મોડેલ ડુકાટી સ્ટ્રીટ ફાઈટર V4 S છે, જે ડાર્ક સ્ટીલ્થ નામની ખાસ મેટ બ્લેક કલરમાં આવે છે, અને તેની કિંમત રૂપિયા 26 લાખ ઓન રોડ છે.
સૂરજ પંચોલી છેલ્લે માર્ચ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ટાઈમ ટુ ડાન્સમાં જોવા મળ્યો હતો. અભિનેતા ટૂંક સમયમાં હવા સિંહની બાયોપિકમાં જોવા મળશે જે ભારતીય હેવીવેઇટ બોક્સર માનદ કેપ્ટન હવા સિંહ શિયોરાન પર આધારિત છે.