'અનુપમા' ફેમ રૂપાલીએ કોની સાથે કરી પૂલ પાર્ટી? જુઓ તસવીરો
ટેલીવિઝન અને થિયેટર એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટીવી સિરિયલ 'અનુપમા'થી ફરી ફેમસ થઈ ગઈ છે. રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલ જ તેણે સોશિયલ મીડયા ઇન્સ્ટાગ્રામ પર તેણે એક તસવીર શેર કરી છે. જેમાં તે પોતાની કઝીન સાથે પૂલ પાર્ટી કરતી નજરે આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂપાલીએ તેની કઝિનને બર્થડે વીશ કરીને આ તસવીર શેર કરી છે. લખ્યું ચે કે, હેપ્પી બર્થડે મારી અપમાર્કેટ અનુજા. તમે જેની ઈચ્છા કરી છે તે બધું અને વધુ તમારી પાસે રહે. અગાઉ પણ રૂપાલી ગાંગુલીની પૂલ પાર્ટીની એક તસવીર વાયરલ થઈ હતી. અભિનેત્રી રૂપાલી ગાંગુલી લોનાવલામાં હતી, જે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઇચ્છિત વેકેશન સ્પોટ પૈકી એક છે. અનુપમા અભિનેત્રી તેના પતિ અશ્વિન વર્મા અને પુત્ર રુદ્રાક્ષ સાથે હતી.
જે તે સમયે રૂપાલીએ એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો જેમાં માતા-પુત્રની જોડી પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે. તસવીર શેર કરીને તેણે તેના પુત્રને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેણીને તેની માતા તરીકે પસંદ કરવા બદલ તેમનો આભાર માન્યો. હેપ્પી બર્થડે માય સન શાઇન. મને તમારી માતા બનવા માટે પસંદ કરવા બદલ આભાર, તેણીએ પોસ્ટને કેપ્શન આપ્યું.
આ ફોટો વાયરલ થયો, તેના ચાહકો એવું માની રહ્યા છે કે તેણે તસવીરમાં બિકીની પહેરી છે. અભિનેતાએ શુક્રવારે ટ્વિટર પર આખા એપિસોડ પર વ્યંગાત્મક ટિપ્પણી કરવા માટે કહ્યું કે તેણીને ખબર નથી કે તેણી બિકીની ધરાવે છે. તેણે ટ્વિટ કર્યું, “મુઝે નહીં પતા થા કી મેરે પાસ બિકીની હૈ ભી!! કમાલ હૈ આપ લોગોં કો મુઝસે ઝ્યાદા પતા હૈ!