એક્ટ્રેસની પતિ સાથેની કિસ કરતી પ્રાઇવેટ તસવીરો વાયરલ, રોમાન્સમાં ડુબેલુ દેખાયુ કપલ, જુઓ Pics....
મુંબઇઃ અભિનેત્રી અનિતા હસનંદાનીએ તાજેતરમાં જ દીકરાને જન્મ આપ્યો છે. કપલ આજકાલ પેરેન્ટિંગ એન્જૉય કરી રહ્યાં છે. આવામાં એક્ટ્રેસ અનિતા હસનંદાની અને રોહિત એકબીજા સાથે ખુબ ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે. આ ક્વૉલિટી ટાઇમની કેટલીય તસવીરો રોહિતે ફેન્સની સાથે સોશ્યલ મીડિયા પર શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરોમાં રોહિત અને અનિતા હસનંદાની એકબીજાથી ખુબ ખુશ દેખાઇ રહ્યાં છે.
ક્યારેક એકબીજા સાથે મસ્તી કરતા તો ક્યારેય રોમાંસમાં ડુબેલા આ કપલનો અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
તસવીરોમાં તમે જોઇ શકો છો કે અનિતા હસનંદાની અને રોહિત એકબીજાની બાહોમાં આવીને લિપ લૉક કરી રહ્યાં છે, અને કોઇ મહિલા તેમની આ તસવીરોને ક્લિક કરી રહી છે.
આને શેર કરતાં રોહિતે કેપ્શનમાં લખ્યું- હુ તે તમામ પ્રાઇવેટ ક્ષણોને પ્રેમ કરુ છે, જેમને અમે કોઇને પણ જોયા વિના એકસાથે વિતાવીએ છીએ, સબૂત જોવા માટે સ્વાઇપ કરો.
અવારનવાર રોહિત અને અનિતા હસનંદાની એકબીજાની સાથે એકથી એક રૉમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે.