પ્રેગનન્ટ દિયા મિર્ઝાએ શેર કરી Honeymoon Unseen તસવીરો, પતિ અને દીકરી સાથે સમુદ્રમાં કરી રહી છે મસ્તી, જુઓ......
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝા આજકાલ પોતાની પ્રેગનન્સીને એન્જૉય કરી રહી છે. તે આને લઇને ખુબ એક્સાઇટેડ અને ખુશ છે. તે તાજેતરમાં જ પતિ વૈભવ રૈખી અને સૌતેલી દીકરી સમાયરાની સાથે માલદીવમાં હનીમૂન વેકેશન પર ગઇ હતી. જેની તસવીરો તેને સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. તેને એકવાર ફરીથી આ દરમિયાન તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિયા મિર્ઝા આ થ્રૉબેક તસવીરોમાં ખુબ સુંદર દેખાઇ રહી છે. તે યૉચ પર બેઠી છે અને આની રાઇડિંગની મજા લઇ રહી છે.
દિયા મિર્ઝાની સાથે તેના પતિ વૈભવ અને સૌતેલી દીકરી સમાયરા છે અને ત્રણેય ફોટો માટે પૉઝ આપી રહ્યાં છે.
આ થ્રૉબે તસવીરોની સાથે દિયા મિર્ઝાએ લખ્યું- અમારા લોકોનો સૌથી યાદગાર અને મેજિકલ સમયનો એક થ્રૉબેક.
દિયા મિર્ઝાએ આ ઉપરાંત બે વીડિયો પણ શેર કર્યા છે. પહેલા વીડિયોમાં યૉચની આગળ માછલી સમુદ્રના પાણીમાં દેખાઇ રહી છે.
જ્યારે બીજા વીડિયોમાં સૂરજના અસ્ત થયા બાદ લાલા દેખાઇ રહી છે, જે સમુદ્રના એક ખુણામાં મળતા દેખાઇ રહ્યાં છે.
આ પહેલા એપ્રિલમાં, હનીમૂન બાદ દિયા મિર્ઝાએ જાહેરાત કરી હતી કે તે પ્રેગનન્ટ છે. તેને માલદીવ વેકેશનની એક તસવીર પણ શેર કરી હતી, જેમાં તે પોતાના બેબી બમ્પને ફ્લૉન્ટ કરી રહી હતી.