પતિ સાથે ઓસ્ટ્રેલિયામાં હનીમૂન મનાવી રહી બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ, જુઓ તસવીરો
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ એવલિન શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ તુશાન ભિન્ડીની સાથે એકથી એક ચઢિયાતી સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે એકદમ રૉમાન્ટિક લાગી રહી છે. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવલિન શર્માએ તાજેતરમાં જ પોતાના બૉયફ્રેન્ડ તુશાન ભિન્ડી સાથે લગ્ન કર્યા છે. બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા.
એવલિન અને તુશાનની આ તસવીરો પર તેમના ફેન્સ જબરદસ્ત રિએક્શન્સ આપતા દેખાઇ રહ્યાં છે. એક યૂઝરે કહ્યું- ફેવરેટ કપલ. વળી એક યૂઝરે લખ્યું- એકદમ રૉમાન્ટિક તસવીરો.
એવલિન શર્માએ હનીમૂન ટ્રિપની તસવીરો શેર કરતા લખ્યું- 'Forver honeymooning with you.'
સોશ્યલ મીડિયા પર આ કપલને ખુબ પસંદ કરવામાં આવે છે.
વર્ષ 2019માં બન્નેએ સગાઇ કરી હતી.
એવલિન શર્માએ વર્ષ 2012માં 'ફ્રૉમ સિડની વિધ લવ'થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.
એવલિને એ જવાની હૈ દિવાની, યારિયાં, જબ હૈરી મેટ સેજલ- જેવી એકથી એક સારી ફિલ્મો કરી છે.