Jahnavi Kapoorની પાસે છે કેટલીક મોંઘી Handbagનુ કલેક્શન, કિંમત જાણીને કોઇપણ રહી જશે દંગ, જુઓ.........
મુંબઇઃ બૉલીવુડની પહેલી લેડી સુપર સ્ટાર એક્ટ્રેસ શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જ્હાન્વી કપૂરે ઇન્ડસ્ટ્રીમાં આવતા જ પોતાનુ નવુ નામ કમાઇ લીધુ છે. તેને પોતાના કામને સાબિત કરી દીધુ છે, અને આજે તેના લાખોમાં ફેન્સ અને ફોલોઅર્સ છે. જ્હાન્વી કપૂરે બૉલીવુડમાં વર્ષ 2018માં આવેલી ફિલ્મ ધડકથી કર્યુ હતુ. તે સમયે જ્હાન્વી કપૂર ખુબ શર્મિલી હતી, પરંતુ આજે તે એકદમ સ્ટાઇલિશ બની ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્હાન્વી કપૂરની પાસે હેન્ડબેગનુ સારુ એવુ કલેક્શન છે, તેને ઘણીવાર આ બ્લૂ બેગની સાથે સ્પૉટ કરવામાં આવી છે. જ્હાન્વી કપૂરની આ બેગ Louis Vuitton બ્રાન્ડની છે. આ બેગની ઉપર તમને કેટલાક પેચ દેખાશે. આની સાથે ચેઇન અને સ્ટ્રેપ લાગેલી છે. આ બેગની કિંમત કોઇના પણ હોશ ઉડાવી દેશે. વેબસાઇટ પર આની કિંમત 1.6 લાખ રૂપિયા બતાવવામાં આવી છે.
જ્હાન્વી કપૂરની સુંદરતા અને તેની સ્ટાઇલ બધાને દિવાના બનાવી દે છે. તેના ફેન્સને તેની દરેક સ્ટાઇલ પસંદ આવે છે. ઘણીવાર જ્હાન્વી કપૂર પીળા કલરની બેગ સાથે દેખાય છે. તેની આ બેગ પણ મોંઘી Moschino Spongebob બ્રાન્ડની છે. આ એક ઇટાલિયન બ્રાન્ડ છે અને આની કિંમત 65 હજાર રૂપિયા છે.
જ્હાન્વી કપૂર પોતાની માં શ્રીદેવીની ખુબ નજીક હતી. તે હંમેશા શ્રીદેવીની યાદ અપાવે છે. જ્હાન્વી કપૂર ઘણીવાર બ્લૂ ડેનિમ કલરમાં જાણીતી બ્રાન્ડ ચેનલની બેગ કેરી કરીને નીકળે છે. આ બેગ પણ ખુબ મોંઘી છે, આ બેગની કિંમત 3,13,400 રૂપિયા છે.
હવે જ્હાન્વી કપૂરની આ બ્લેક કલરની બેગ જુઓ, આ પણ મોંઘી બેગ છે. આ બેગ જાણીતી Chanel Vintage Square CC flap bag બ્રાન્ડની છે, જેની કિંમત 2,13,640. રૂપિયા છે.
જ્હાન્વી કપૂરને જોઇને હંમેશા તેની માં શ્રીદેવીની યાદ આવે છે, પરંતુ તેની ફેશનની સ્ટાઇલ ખુબ અલગ છે. જ્હાન્વી કપૂરે અહીં એક મોટી ગ્રે કલરની ટોટે બેગ પકડી રાખી છે. આ તેની ફેવરેટ બ્રાન્ડ ગોયાર્ડ સેન્ટ લુઇસની છે. આ બેગની કિંમત 1.5 લાખ રૂપિયા છે.