ફિલ્મ માટે આ હૉટ એક્ટ્રેસ બની ગઇ હૂબહૂ ઇન્દિરા ગાંધી, ગજબના ટ્રાન્સફોર્મેશનને જોઇને ફેન્સ પણ રહી ગયા દંગ, જુઓ તસવીરો......
મુંબઇઃ અક્ષય કુમાર (Akshay Kumar)ની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ‘બેલ બૉટમ (Bell Bottom)’નુ ટ્રેલર રિલીઝ થયા બાદ સોશ્યલ મીડિયા પર છવાઇ ગયુ છે. ફિલ્મમાં અક્ષય કુમારને લઇને તો લોકો એક્સાઇટ છે જ, પરંતુ એક્ટ્રેસ લારા દત્તાના લૂકની ખુબ ચર્ચા થવા લાગી છે. હવે લોકોને બસ 19 ઓગસ્ટનો ઇન્તજાર છે, કેમકે આ મૂવી આ દિવસે રિલીઝ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેટ બૉટમ ફિલ્મનુ ટ્રેલર સામે આવ્યા બાદ સૌથી વધુ ચર્ચા જો કોઇ વાતની થઇ રહી છે તો તે છે લારા દત્તાનો અમેઝિંગ લૂક, ફિલ્મમાં લારા દત્તા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. તેનો લૂક પણ હૂબહૂ દેખાઇ રહ્યો છે.
ટ્રેલરમાં એક્ટ્રેસ લારા દત્તાને ઓળખવી ખુબ મુશ્કેલ છે, કેમકે તેને ફિલ્મ માટે ગઝબનુ ટ્રાન્સફોર્મેશન કર્યુ છે, અને ચહેરાથી લઇને આખુ શરીરનો લૂક પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી જેવો હૂબહૂ બનાવ્યો છે. ફેન્સ તેના મેકઅપ આર્ટીસ્ટને પણ સલામ કરી રહ્યાં છે. જુઓ તસવીરો....
લારા દત્તા ઇન્દિરા ગાંધીની ભૂમિકાને ન્યાય આપવા માટે દમદાર પ્રયાસ કર્યો છે, સખત મહેનત કરી છે. આ રૉલ માટે લારાએ પ્રૉસ્થેટિક્સ મેકઅપનો સહારો લીધો છે. સોશ્યલ મીડિયા પર લારાના મેકઅપ આર્ટિસ્ટની ખુબ પ્રસંશા થઇ રહી છે. લોકો કહી રહ્યાં છે કે આ રૉલમાં લારા એકદમ ફિટ લાગી રહી છે.
ટ્રેલરમાં જબરદસ્ત એક્શનથી ભરપુર સીન્સ બતાવવામાં આવ્યા છે, ખાસ વાત છે કે અક્ષય કુમારની આ ફિલ્મ 3Dમાં રિલીઝ થવાની છે. આ વાતની જાણકારી ખુબ અક્ષય કુમારે આપી છે.
આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. અક્ષય ઉપરાંત આ ફિલ્મમાં વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા મુખ્ય ભૂમિકા નિભાવતા દેખાશે.
Bell Bottom