ધોની જેવા વાળ રાખતો આ એથ્લેટ ભારતને ટોક્યોમાં અપાવી શકે પહેલો ગૉલ્ડ મેડલ, જાણો શું કરી કમાલ ? હવે પછી ક્યારે છે તેનો મુકાબલો ?
Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં 12મા દિવસે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય એથ્લેટ નિરજ ચોપડાએ જેવલિન થ્રોમાં એટલે કે ભાલા ફેંક સ્પાર્ધાની ફાઈનલ માટે ક્વોલિફાઇ કરી લીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ પ્રયાસમાં જ નિરજે 86.65 મીટર દુર ભાલુ ફેંકીને ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે. તો ક્વોલિફાઈંગ રાઉંડમાં પણ નિરજ ચોપડા ટોપ પર રહ્યો છે. હવે સાત ઓગસ્ટે ભાલા ફેંકનો ફાઈનલ મુકાબલો હશે.
આ મેચની સાથે જ ભારત માટે હવે ગૉલ્ડ મેડલની આશા બંધાઇ છે. નિરજ માટે ભાલા ફેંક ફાઇનલમાં ગૉલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચવાનો બેસ્ટ મોકો પણ છે.
નીરજ પૂલ એમાં હતો. તેણે પોતાના પહેલા જ પ્રયાસમાં 86.65 મીટરનો થ્રો ફેક્યો. એ સાથે જ તેણે ભારત માટે મેડલની આશાઓ જગાવી છે. ચોપડાની ઓલિમ્પિકની તૈયારીઓ ઈજા અને કોરોનાના લીધે પ્રભાવિત થઈ હતી, પરંતુ તેણે તેમના પ્રશંસકોને નિરાશ ન કર્યા અને ઓલિમ્પિકના પહેલા જ થ્રોમાં ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજા ભારતીય થ્રોઅર શિવપાલ સિંહ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમણે ત્રીજા પ્રયાસમાં 74.81 મીટરનો થ્રો કર્યો. એ પહેલા તેણે બીજા પ્રયાસમાં 74.80 મીટર અને પહેલા પ્રયાસમાં 76.80 મીટરનો થ્રો કર્યો હતો.
પૂર્વ જૂનિયર ચેમ્પિયન નિરજ ચોપડા ગૃપ એમાં 16 ખેલાડીઓમાં ટૉપ પર છે. તેનુ પર્સનલ અને સત્રનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 88.07 મીટર છે, જે તેને માર્ચ 2021માં પટિયાલામાં ઇન્ડિયન ગ્રાં પ્રી 3માં બનાવ્યુ હતુ.
23 વર્ષીય ભારતીય એથ્લેટે પોતાના પહેલા પ્રયાસ બાદ બાકીના બે પ્રયાસ ન હતા કર્યા. તે એરિનામાંથી બહાર નીકળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, જેવલીન થ્રૉમાં એથ્લેટને કુલ ત્રણ પ્રયાસ મળે છે, જેમાં તેના સર્વશ્રેષ્ઠ વૈધ પ્રયાસને ગણવામાં આવે છે.
પુરુષોની જેવલિન થ્રૉ ફાઇનલ 7 ઓગસ્ટે ભારતીય સમાયનુસાર સાંજે 4:30 વાગે રમાશે.
ખાસ વાત છે કે, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જેમ નિરજ ચોપડા પણ લાંબા વાળ રાખવાનો શોખીન છે.
Tokyo Olympics 2020: જેવલીન થ્રોની ફાઈનલમાં નીરજ ચોપડા
Tokyo Olympics 2020: જેવલીન થ્રોની ફાઈનલમાં નીરજ ચોપડા