Look: સાડી પહેરીને મોનાલિસાએ બિખેર્યો હૂસ્નનો જલવો, દિલકશ અદાઓ પર ફેન્સ ફિદા
Actress Monalisa Beautiful Look: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા દરરોજ પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરીને ફેન્સનું ધ્યાન ખેંચે છે, એક્ટ્રેસ દરેક વખતે પોતાનો નવો લૂક શેર કરે છે, અને જોતજોતામાં આ લૂક્સ ઇન્ટરનેટ પર જબરદસ્ત રીતે વાયરલ પણ થઇ જાય છે. હવે એક્ટ્રેસે હવે ટ્રેડિશનલ લૂકને શેર કર્યો છે. ખુદ એક્ટ્રેસે પોતાના ટ્રેડિશનલ લૂકને ખાસ અંદાજમાં ક્લિક કરાવ્યા છે, જેમાં એક્ટ્રેસની સાદગી જોઇને બધા સ્તબ્ધ રહી ગયા છે. જુઓ તસવીરો.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણીતી ટીવી એક્ટ્રેસ મોનાલિસા હંમેશા પોતાના કિલર લૂકથી ફેન્સને દિવાના બનાવે છે.
તેનો દરેક લૂક સોશ્યલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
તાજેતરમાં, અભિનેત્રી મોનાલિસાએ પોતાના લેટેસ્ટ એથનિક લૂકમાં તેના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અપલૉડ કરી છે.
આ તસવીરોમાં તેનો લૂક જોઈને લોકોને ભૂલ ભુલૈયામાંથી મંજુલિકા યાદ આવી ગઈ છે.
અભિનેત્રી મોનાલિસાએ યલો કલરની બંગાળી સાડી અને મરૂન કલરનું બ્લાઉઝ પહેરેલું છે. આ તસવીરોમાં મોનાલિસા કિલર સ્ટાઈલમાં પૉઝ આપી રહી છે અને કિલર ફોટો ક્લિક કરાવી રહી છે.
અભિનેત્રીએ પોતાના વાળની ચોટલી બાંધીને અને મિનિમલ મેકઅપ કેરી કરીને તેને આ ખાસ અંદાજ પુરો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા પૉસ્ટ કરે છે, ત્યારે ફેન્સ તેના ફોટાને દિલથી લાઈક અને કૉમેન્ટ કરે છે.