'મેં ખર્ચા પુરા કરવા ખરાબ ફિલ્મોમાં ખરાબ રૉલ કર્યા, આજે તે ફિલ્મ જોઇને હું રડી જાઉં છું' - કઇ એક્ટ્રેસે દુઃખ સાથે કર્યો આ ખુલાસો
મુંબઇઃ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક હિરોઇનો અને હીરોને આર્થિક તંગી સામે ઝઝૂમવુ પડતુ હોય છે. કોરોના અને લૉકડાઉન દરમિયાન મોટા ભાગના ટીવી અને ફિલ્મ સ્ટાર આ સમસ્યાનો સામનો કરી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં દિગ્ગજ એક્ટ્રેસ નીના ગુપ્તાએ પણ મોટો ખુલાસો કરતા પોતાની આર્થિક ખરાબ સ્થિતિની વાત કરી છે. તેને કહ્યું તેને કેટલીક ખરાબ ફિલ્મોમાં ખરાબ રૉલ કરવા પડ્યા કેમકે તે તેના ખર્ચા ન હતી પુરા કરી શકતી. તેને કહ્યું ફિલ્મોમાં કામ તેને ફક્ત એટલા માટે કર્યુ કેમકે તેને પોતાના બિલોને ભરવાના હતા, જેનાથી તે અસંતુષ્ટ હતી, તેને કહ્યું કે, જ્યારે ટેલિવિઝનની વાત આવે છે, તો તેની પાસે ચૉઇસ હોય છે પરંતુ તેને ફિલ્મોમાં બકવાસ રૉલમાં કામ કરવુ પડે છે.
નીના ગુપ્તાએ વર્ષ 2018માં આવેલી 'બધાઇ હો'ની રિલીઝ બાદ બૉલીવુડમાં સક્સેસફૂલ કમબેકને એન્જૉય કરી છે. ત્યારથી તેને 'શુભ મંગલ જ્યાદા સાવધાન' અને 'સરદાર કા ગ્રાન્ડસન' જેવી કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ છે.
બેકારથી બેકાર ફિલ્મોમાં કામ કર્યુ- નીના ગુપ્તાએ ફિલ્મફેરને ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેને એવી ફિલ્મોમાં કામ જેની ખબર હતી કે તે નહીં ચાલે. તેના વિશે તે પહેલા ક્યારેય નહતી બોલી શકતી. આ બધુ તેને પૈસા માટે કર્યુ.
નીના ગુપ્તાએ કહ્યું- પહેલા હું એવી ફિલ્મો કરતી હતી જેના માટે હુ પ્રાર્થના કરતી હતી કે હું ક્યારેય દિવસની અજવાળુ ના જોઉં, મે ખરાબ રીતે લખેલા રૉલ નિભાવ્યા કેમકે મારી પાસે કોઇ કામ ન હતુ.
પૈસા માટે કર્યુ બકવાસ કામ- ખાનદાન, સાંસ ઔર સિસકી, જેવા શૉમાં કામ કરી ચૂકેલી નીના ગુપ્તાએ કહ્યું- ટેલિવિઝન પર મેં કયારેય આવુ નથી કર્યુ જે મને પસંદ નથી, ત્યાં હુ પસંદ કરી શકતી હતી. ફિલ્મોની સાથે મને પૈસાની જરૂર હતી એટલે મારે આવુ બકવાસ કામ કરવુ પડ્યુ, જેની તમે કલ્પના પણ નથી કરી શકતા.
નીના ગુપ્તાએ આગળ કહ્યું -એક ફિલ્મ એવી છે જે ટીવી પર બહુજ આવે છે અને જ્યારે હું આને ખુદ જોઉં છું તો હું રડી પડુ છું, તો હાં, હવે મારી પાસે એક જવાબદારી છે અને હું આ વિશે બિલકુલ સ્પષ્ટ છું કે મને શું પસંદ છે અને શુ નથી.
નીના ગુપ્તા