Weight Loss Tips: સવારે ઉઠ્યાં બાદ કરો આ 4 કામ, વજન ઉતારવામાં થશે મદદગાર
વજન ઘટાડવા માટે આપે દિવસની શરૂઆત હેલ્થી આદતથી કરવી જોઇએ. જો આપ સવારે ઉઠ્યાં બાદ એક ગ્લાસ ગરમ પાણી પીવો છો તો તે વજન ઉતારવા માટે ખૂબ કારગર સાબિત થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવજન ઉતારવા માટે અને ફિટ રહેવા માટે હંમેશા સવારે ઉઠ્યાં બાદ એક ગ્લાસ ગરમ પાણી પીવાની આદત પાડો. તેનાથી પેટ સાફ રહે છે અને મેટાબોલિજ્મ તેજ થાય છે. જો તેમાં લીંબુ અને મધ ઉમેરવામાં આવે તો તે વજન ઉતારવામાં પણ કારગર સાબિત થાય છે.
વજન ઉતારવા માટે સવારે નિયમિત રીતે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. સવારે એક્સરસાઇઝ કરવાથી પેટમાં જમા ફેટ બર્ન થાય છે અને ઝડપથી વજન ઉતરે છે. ઓછામાં ઓછી 30 મિનિટ હાર્ડ એક્સરસાઇઝ કરવી જરૂરી છે.
હેલ્ધી નાસ્તો પણ ખૂબ જ જરૂરી છે. પ્રોટીન અને ફાઇબર યુક્ત નાસ્તો કરો.હાઇ પ્રોટીન અને ફાઇબરયુક્ત નાસ્તો કરવાથી પેટ ફરેલુ રહે છે અને વજન ઉતારવામાં પણ મદદ મળે છે. સવારનો એક્સરસાઇઝ બાદનો હેલ્થી નાસ્તો મેટાબોલિઝ્મને સુધારે છે અને કેલેરી બર્ન કરવામાં મદદરૂપ થાય છે.
વજન ઉતારવા માટે અને હેલ્થી રહેવા માટે હાઇડ્રેઇટ રહેવું પણ જરૂરી છે. દિવસમાં 10થી12 ગ્લાસ પાણી પીવું જોઇએ. વધુ પાણી પીવાથી કેલેરી લેવાથી આપ બચી શકો છો અને તેના કારણે પણ વજન ધીરે ધીરે ઉતરે છે. જ્યારે પણ ધરેથી બહાર જાવ 2 ગ્લાસ પાણી પીને નીકળો અને દિવસભર વધુમાં વધુ પાણી પીવાની આદત પાડો.