Photos Viral: રસ્તાંઓ પર બદહવાસીની હાલતમાં વિના કપડાંમાં ફરતી જોવા મળી આ એક્ટ્રેસ, ખુદ ઇમર્જન્સી કૉલ કરીને માંગી મદદ
Photos: અમેરિકન સ્ટાર અમાન્ડા બાયન્સને લૉસ એન્જેલસના રસ્તાંઓ પર એકલી અને કપડાં વિના ફરતી જોવામાં આવી, રિપોર્ટ્સનું માનીએ તો બદહવાસીની સ્થિતિમાં તેને ઇમર્જન્સી કૉલ કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાનસિક બિમારી સામે ઝઝૂમી રહેલા અમેરિકન સ્ટાર અમાન્ડા બાયન્સને વિના કપડાંમાં રસ્તાંઓ પર ફરવાની ખબરે બધાનેં ચોંકાવી દીધા છે.
રિપોર્ટ્સનુ માનીએ તો, આ ઘટના 19 માર્ચની છે, જ્યારે તેને વિના કપડાંમાં બદહવાસીની સ્થિતિમાં ફરતાં જોવામાં આવી.
જાણકારી અનુસાર, અમાન્ડા બાયન્સે ખુદની મદદ માટે ઇમર્જન્સી નંબર ડાયલ કર્યો, અને જે પછી તેને નજીકના પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી.
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે લૉસ એન્જલસની રસ્તાંઓ પર નગ્ન અવસ્થામાં ફરતાં અમાન્ડા બાયન્સે એક કારને રોકી, અને ડ્રાઇવરને કહ્યું કે, તે એક માનસિક પ્રકરણમાંથી બહાર આવી રહી છે.
આ પછી તેને મદદ માટે ખુદ 911 ડાયલ કર્યો, આ પછી અમાન્ડા બાયન્સને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી. જે પછી તેને માનસિક સ્વાસ્થ્ય કર્ચમારીને સોંપી દેવામાં આવી.
જોકે, ગનીમત રહી કે આ દરમિયાન તે કોઇની દૂર્ઘટનાનો શિકાર ના બની, જાણકારી અનુસાર, હાલમાં તે હૉસ્પીટલમાં છે, જ્યાં તેની દેખરેખ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અમાન્ડા બાયન્સે નિકેલૉડિયનની ઓલ ધેટ (1996-2000)માં એક બાળ કલાકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તે ઓલ ધેટ, વ્હૉટ આઇ લાઇક અબાઉટ યૂ અને ફેમિલી ગાય જેવા ટીવી શૉમાં દેખાઇ છે.