સિદ્વાર્થ શુક્લાના નિધનથી આ એક્ટ્રેસનો લાગ્યો વધુ આઘાત, રડતાં રડતાં તસવીરો શેર કરીને થઇ ગઇ ભાવુક, જુઓ તસવીરો
Siddharth Shukla Death: અભિનેતા સિદ્વાર્થ શુક્લાના નિધનની ખબરોથી સેલેબ્સ સહિત ફેન્સ તમામ આઘાતમાં સરી પડ્યા છે. આવામાં સિદ્વાર્થ શુક્લાની દોસ્ત અને કૉ-સ્ટાર રશ્મિ દેસાઇને વધુ આઘાત લાગ્યો છે. તેને સિદ્વાર્થ શુક્લાની યાદમાં ઇન્સ્ટાગ્રામ પર ભાવુક થઇને કેટલીક યાદગાર ભાવુક પૉસ્ટ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશ્મિ દેસાઇે સિદ્વાર્થ શુક્લાની સાથેની કેટલીય જુની તસવીરો શેર કરી છે, અને ભાવુક કરી દેનારી પૉસ્ટ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સિદ્વાર્થ શુક્લાના નિધનની ખબર સાંભળતા જ રશ્મિ દેસાઇ તેના ઘરે પહોંચી ગઇ હતી.
રશ્મિ દેસાઇએ લખ્યું- ક્યારેક ક્યારેય જિંદગી બહુજ ઉલજન વાળી બની જાય છે, પરંતુ આજનો દિવસ મને યાદ અપાવે છે કે આપણાથી સૌથી મોટો કોઇ છે. શબ્દોમાં વર્ણન નથી કરી શકતી હુ, જ્યારે આ લખી રહી છુ તો મારુ દિલ તુટી ગયુ છે. સિદ્વાર્થ શુક્લાની આત્માને ભગવાન શાંતિ આપે, ઓમ શાંતિ.....
સિદ્વાર્થ શુક્લા અને રશ્મિ દેસાઇ ખુબ સારા દોસ્ત રહ્યાં છે. બન્નેની દોસ્તી અને ઝઘડા ખુબ ચર્ચામાં રહ્યાં છે.
રશ્મિ દેસાઇ અને સિદ્વાર્થ શુક્લાએ એકસાથે સીરિયલ દિલ સે દિલ તકમાં કામ કર્યુ હતુ. આ ઉપરાંત બન્ને બિગ બૉસ 13નો ભાગ પણ રહ્યાં હતા, શૉમાં બન્નેની વચ્ચે જબરદસ્ત તણાવ અને ઘર્ષણ પણ જોવા મળ્યુ હતુ.
બિગ બૉસના ઘરમાં બન્ને ક્યારેય એકબીજા સાથે મસ્તી કરતાં તો ક્યારેય એકબીજાની ઝઘડી પડતાં હતા.
તમામ તસવીરો રશ્મિ દેસાઇએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.