કેદારનાથના દર્શન કરીને પાછી આવેલી સારા અને જ્હાન્વીનો એરપોર્ટ પર જોવા મળ્યો સ્ટનિંગ લૂક, તસવીરો વાયરલ
મુંબઇઃ આજકાલ બી ટાઉનમાં જો કોઇની દોસ્તીની ખુબ ચર્ચા થઇ રહી હોય તો તે છે સારા અલી ખાન અને જ્હાન્વી કપૂરની. બન્ને છેલ્લા કેટલાય સમયથી એકબીજાની સારી એવી બહેનપણીઓ બની ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ બન્ને એકસાથે કેદારનાથ પહોંચી હતી, અને હવે સોમવારે બન્ને કેદારનાથ દર્શન કરીને પરત ફરી ચૂક્યા છે. જ્યાં એરપોર્ટ પર બન્ને બહેનપણીઓને સ્પૉટ કરવામાં આવી.
આ દરમિયાન બન્નેનો દિલકશ અંદાજ જોવા મળ્યો. સારા અલી ખાન જ્યાં ગ્રીન ટૉપ અને બ્લેક પેન્ટમાં દેખાઇ, તો વળી પિન્ક સૂટમાં જ્હાન્વી કપૂરે લાઇમ લાઇટ ચોરી લીધી.
જ્હાન્વી ગુલાબી રંગના સૂટમાં એકદમ સુંદર લાગી રહી હતી, અને એરપોર્ટ પર દરેક કોઇ તેને જોઇ રહ્યું હતુ.
બન્ને બહેનપણીઓનો રવિવારે જ બાબા કેદારના દર્શન માટે પહોંચી હતી. જ્યાં તેમને સોમવારે સવારે કેદારનાથના દર્શન કર્યા હતા અને સોશ્યલ મીડિયા પર તસવીરો પણ શેર કરી હતી. (તસવીરો – સોશ્યલ મીડિયા)
આ તસવીરોમાં જ્હાન્વી અને સારાની બૉન્ડિંગ સ્પષ્ટ રીતે દેખી શકાય છે. (તસવીરો – સોશ્યલ મીડિયા)
બન્નેએ પોતાની આ કેદારનાથ ટ્રિપની કેટલીય તસવીરો શેર કરી છે, આનાથી પહેલા બન્ને એકસાથે રણવીર સિંહના શૉ ધ બિગ પિક્ચરમાં પહોંચી હતી. (તસવીરો – સોશ્યલ મીડિયા)
બન્ને હંમેશા જિમમાં સાથે જ દેખાય છે, આ હવે સારી દોસ્ત બની ચૂકી છે. (તસવીરો – સોશ્યલ મીડિયા)