હૉટ એક્ટ્રેસ લેમ્બોર્ગિનીમાં આપી રહી હતી પૉઝ, પણ લાંબી હાઇટના કારણે દરવાજામાં ફસાઇ જતા થયો ફજેતો, તસવીરો વાયરલ, જુઓ........
મુંબઇઃ બૉલીવુડની કેટલીય એક્ટ્રેસ અજીબોગરીબ રીતે પૉઝ આપીને પોતાના ફેન્સનુ મનોરંજન કરતી રહે છે. કેટલીક અભિનેત્રીઓ બૉલ્ડ તો કેટલીય સાદા સિમ્પલ પૉઝથી ફેન્સની વચ્ચે છવાઇ જાય છે. હવે આ લિસ્ટમાં હૉટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનુ નામ પણ જોડાઇ ગયુ છે. તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તે લેમ્બોર્ગિનીમાં પૉઝ આપતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ તો ઉર્વશી રૌતેલાનુ નામ બૉલીવુડમાં બૉલ્ડ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે, અને તેની ફેશન અને સ્ટાઇલ લાખો લોકોને દિવાના બનાવી રહી છે.
તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાની કેટલીક તસવીરો વાયરલ થઇ છે, આ તસવીરોમાં એક્ટ્રેસ લેમ્બોર્ગિનીમાં બેસેલી દેખાઇ રહી છે. પરંતુ તેની હાઇટ તેના માટે પ્રૉબ્લમ બનેલી દેખાઇ રહી છે.
ઉર્વશી રૌતેલાએ આ તસવીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે શાનદાર લેમ્બોર્ગિની કારમાંથી ઉતરવાની કોશિશ કરી રહી છે. પરંતુ તેની લાંબી હાઇટના કારણે તે દરવાજામાં ફસાઇ જાય છે.
તસવીરોમાં કારના દરવાજાની બહાર નીકળવા માટે ઉર્વશી રૌતેલા ખાસ્સી એવી મહેનત કરતી દેખાઇ રહી છે. પરંતુ એક્ટ્રેસની તમામ તસવીરો એકદમ સ્ટાઇલિશ છે.
આ તસવીરોને શેર કરતા ઉર્વશી રૌતેલાએ કેપ્શનમાં લખ્યું- ઇન્સ્ટાગ્રામ વર્સીસ વાસ્તવિકતા, લાંબી છોકરીને સમસ્યાઓમાં પોતાની બીએઇ લેમ્બોમાં આવી રહી છું @lamborghini. મારી પહેલી તામિલ મોટી બજેટ SCI-FI ફિલ્મની યાત્રાની શરૂઆત #THELEGEND (બહુભાષી ફિલ્મ પણ) ચેન્નાઇમાં બીજો કાર્યક્રમ.
વળી, ઉર્વશી રૌતેલાનો આ અવતાર પણ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. તેની તસવીરો પર અત્યાર સુધી હજારોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટ આવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલા બહુ જલ્દી વેબ સીરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં રણદીપ હુડ્ડાની સાથે દેખાશે.
આ ઉપરાંત તે તામિલ ફિલ્મોમાં પણ ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા એક આઇઆઇટીએન અને માઇક્રોબાયૉલૉજિસ્ટનો રૉલ નિભાવવા જઇ રહી છે. આની સાથે જ તે 'બ્લેક રૉઝ' અને 'થિરુતુ પાયલે 2ના હિન્દી રીમેકમાં પણ દેખાશે.
ઉર્વશી રૌતેલા