Navratri 2021 : રાની, વિદ્યાથી લઇને કાજોલ સુધીની હીરોઇનો આ છે નવરાત્રી સ્પેશ્યલ લૂક, જુઓ...........
મુંબઇઃ બૉલીવુડની કેટલીય હીરોઇનો આજકાલ નવરાત્રીના રંગમાં રંગાઇ છે. આ હીરોઇનોએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ લૂકની કેટલીય તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં તે એકદમ સુંદર લૂકમાં દેખાઇ રહી છે. આ લિસ્ટમાં રાની મુખર્જી, કાજોલ, રિયા સેના અને વિદ્યા બાલન સહિતની હસીનાઓ હાજર છે. જુઓ તસવીરો. (તસવીરો - સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રીના પ્રસંગે એક્ટ્રેસ રાની મુખર્જીના ટ્રેડિશનલ અંદાજ જોવા મળ્યો. પીળી સાડીમાં રાની મુખર્જી સુંદર લૂકમાં દેખાઇ રહી છે. રાની દર વર્ષે નવરાત્રી ધૂમધામથી સેલિબ્રેટ કરે છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
રેડ કલરની સાડીમાં એક્ટ્રેસ વિદ્યા બાલન એકદમ સુંદર જોવા મળી, વિદ્યાએ ટ્રેડિશનલ લૂકની આ તસવીર ફેન્સની સાથે શેર કરી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ નવરાત્રીને ધૂમધામથી સેલિબ્રેટ કરી રહી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે સાડીમાં ટ્રેડિશનલ લૂકની કેટલીય તસવીરો શેર કરી છે, જેને જોઇને તેના ફેન્સ તેની જોરદાર પ્રસંશા કરી રહી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
બૉલીવુડ એક્ટ્રેસ રિયા સેને પણ સાડી લૂકની પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં રિયા એકદમ સુંદર લાગી રહી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
ટીવી એક્ટ્રેસ ટીના દત્તા હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. નવરાત્રીના પ્રસંગે તેને આ પીળો ડ્રેસ પહેરેલો છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
જાણીતી બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ પણ નવરાત્રીના પ્રસંગે ટ્રેડિશનલ લૂકની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નુસરતની આ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
જાણીતી એક્ટ્રેસ નાયરા બેનર્જીએ પણ નવરાત્રીના પ્રસંગે પોતાનો ટ્રેડિશનલ લૂક બતાવ્યો. તેને આ આઉટફિટમાં કેટલીય તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)