Adah Sharma Birthday: બપ્પી લહેરીની મજાક ઉડાવવી અદા શર્માને મોંઘી પડી, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ
અદા શર્મા આજે એટલે કે 11મી મેના રોજ પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. અદા તેના અભિનય કરતાં વધુ તેની મજેદાર શૈલી માટે જાણીતી છે. ઘણીવાર તે સોશિયલ મીડિયા પર કેટલીક ક્રિએટિવ અને ફની પોસ્ટ શેર કરતી રહે છે, જે ફેન્સના મનોરંજન માટે પૂરતી હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, વખાણની સાથે અદા શર્માને એક વખત ખુબ જ ખરાબ રીતે ટ્રોલ પણ થવું પડ્યું હતું. અદાને ટ્રોલ થવા પાછળનું કારણ સ્વર્ગસ્થ બપ્પી લાહિરી સાથેનો તેનો ફોટો હતો.
વાત એમ હતી કે, અદા શર્માએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં તે ઘણી જ્વેલરી પહેરેલી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, પોતાનો અને બપ્પી લહેરીનો ફોટો પોસ્ટ કરતી વખતે, અદાએ તેના ફેન્સને પૂછ્યું હતું કે, કોણે વધુ સારી રીતે સોનું પહેર્યું છે?
અદાની આ પોસ્ટ જોઈને બપ્પી લહેરીના ચાહકો ભટક્યા હતા અને આ કૃત્યને અપમાનજનક ગણાવ્યું હતું. અદાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાની સાથે જ એક યુઝરે લખ્યું- પહેલા તમારા કદને સમજવાની કોશિશ કરો અને પછી તમારી સરખામણી બીજા સાથે કરો.
અન્ય એક યુઝરે લખ્યું કે, બંગાળનો દરેક વ્યક્તિ બપ્પી લહેરીના એક-એક ગીતને સારી રીતે જાણે છે, પરંતુ જો તમારા વિશે પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈ કહી શકશે. હું તમને (અદાને) ઓછી આંકતો નથી, પરંતુ હું આ સત્ય કહું છું.
આ સમગ્ર મામલે મૌન તોડતા અદા શર્માએ ખરાબ સમયને જ જવાબદાર ગણાવ્યો હતો. તેણે કહ્યું કે બે વર્ષ પહેલા વર્ષ 2020માં 28 માર્ચે આ પોસ્ટ મારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. આપણે કમનસીબે હવે બપ્પી દાને ગુમાવ્યા, જેનાથી પોસ્ટ ખરાબ થઈ ગઈ.