Actress Film Career: કારકિર્દીની ટોચ પર પહોંચીને લગ્ન કર્યા બાદ આ અભિનેત્રીઓએ ફિલ્મોથી દુર થઇ ગઈ
હિન્દી સિનેમામાં અભિનેત્રીની કારકિર્દી અભિનેતા કરતા ટૂંકી રહી છે. દર વર્ષે નવી અભિનેત્રીઓ મોટા પડદા પર દસ્તક દે છે. આમાંથી કેટલીક હિટ બની જાય છે, જ્યારે કેટલીક ફિલ્મો બનાવીને બોલિવૂડથી દૂર થઈ જાય છે. આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ 'ગજની'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી અસિન માત્ર થોડી જ ફિલ્મોમાં જોવા મળી હતી અને તેણે વર્ષ 2012માં લગ્ન કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.
અભિનયના દમ પર ઓળખ બનાવનાર સોનાલીએ લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. વર્ષ 2004માં તેણે ફિલ્મો છોડી દીધી અને પરિવાર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.
સલમાન ખાન અને ભાગ્યશ્રીની પહેલી ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' હતી. આ ફિલ્મમાં ભાગ્યશ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી, પરંતુ તેણે નાની ઉંમરમાં હિમાલય દસાની સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા અને ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ હતી. જો કે, અભિનેત્રી વર્ષો પછી ફરીથી મોટા પડદા પર પાછી આવી છે.
ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી નરગીસે પણ લગ્ન પછી ફિલ્મી દુનિયાને બાય-બાય કહી દીધું.
નીતુ કપૂરે બાળપણથી જ બોલિવૂડમાં પગ જમાવી રાખ્યો હતો. તે તેના સમયની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક હતી, પરંતુ લગ્ન પછી તેણે ટૂંક સમયમાં જ ફિલ્મોમાંથી નિવૃત્તિ લઈ લીધી. જોકે, ફરી એકવાર અભિનેત્રી ફિલ્મોમાં પરત ફરવા માટે તૈયાર છે.