પહેલીવાર રવિના ટંડનની સાથે દેખાશે અક્ષય ખન્ના, વેબ સીરીઝ 'Legecy'માં બન્નેની ધમાકેદાર એન્ટ્રી, જુઓ તવસીરો
નવી દિલ્હીઃ મસ્ત મસ્ત ગર્લ રવિના ટંડન અને અક્ષય ખન્ના પહેલીવાર ડાયરેક્ટર વિજય ગુટ્ટેની વેબસીરીઝ 'Legecy'માં એક બીજાની સાથે મોટા પડદા પર દેખાશે. પહેલીવાર આ બન્ને દિગ્ગજ એકસાથે દેખાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ અનુસાર બન્ને ભૂમિકાની વચ્ચે હાઇ વૉલ્ટેજ ડ્રામે દેખાશે. આ વેબ સીરીઝનુ શૂટિંગ કેટલાય દેશોમાં થઇ ચૂક્યુ છે.
આના ડાયરેક્ટર વિજય ગુટ્ટે આના પહેલા 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' બનાવી ચૂક્યા છે, જેમાં તેમને ખુબ પ્રસંશા મેળવી હતી. હવે તે 'Legecy' દ્વારા ડિજીટલની દુનિયામાં અક્ષય ખન્ના અને રવિના ટંડનને એકસાથે લાવી રહ્યાં છે.
પ્રૉજેક્ટ વિશે અક્ષય ખન્નાનુ કહેવુ છે - તે કહાનીઓ પર કામ કરવાનુ સારુ લાગે છે જ્યાં તમે લિમીટથી બહાર જઇને પોતાની કાબેલિયતને બતાવી શકો. આગળ એક્ટરે કહ્યું- તે ખુશ છે કે સીરીઝની દુનિયામાં તે legecyથી પોતાનુ ડેબ્યૂ કરી રહ્યો છે.
એક્ટ્રેસ રવિના ટંડન પણ ખુશી સાથે પોતાનો અનુભવ શેર કરતા કહે છે- legecy બે શક્તિશાળી વ્યક્તિઓની એક જોરદાર કહાની છે. જેમાં ખુબ મનોરંજન છે અને ડ્રામા છે, અને આ કારણે મને આ સીરીઝ કરવા માટે મજબૂત કરી દીધી. આ સીરીઝમાં પોતાની અભિનય ક્ષમતાને બતાવવા માટે પુરેપુરુ જોર આપવામાં આવ્યુ છે. હું બહુ જ ખુશ છું legecyનો ભાગ બનીને..
ડાયરેક્ટર વિજય ગુટ્ટે માટે આ પળ ખુબ આનંદનો છે, પ્રૉજેક્ટની તે કહે છે કે - Legecy મારી આકાંક્ષાઓથી ભરેલી યોજના છે, જેને મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવી છે, જ્યાં પ્રૉફેશનલ લાઇફની અંધારી સચ્ચાઇઓ પરથી પડદો ઉઠશે. હું અક્ષય અને રવિનાની સાથે કામ કરવા માટે રોમાંચિત છું.